Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

Vadodaraમાં સાંસદ યુસુફ પઠાણના પ્લોટને આખરે મંજૂરી, વિવાદો વચ્ચે મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ લીધો મોટો નિર્ણય!

📰 Sandesh 🕐 1 min read 📅 October 23, 2026 👁 4 views
Vadodaraમાં સાંસદ યુસુફ પઠાણના પ્લોટને આખરે મંજૂરી, વિવાદો વચ્ચે મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ લીધો મોટો નિર્ણય!
વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહેલા અને ભારે વિવાદોમાં ઘેરાયેલા ભૂતપૂર્વ ક્રિકેટર અને પૂર્વ સાંસદ યુસુફ પઠાણના પ્લોટ ફાળવણીના મામલે આખરે મ્યુનિસિપાલ કોર્પોરેશન દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વડોદરા મનપાની સ્ટેન્ડિંગ કમિટીની મળેલી બેઠક દરમિયાન આ વિવાદાસ્પદ પ્લોટ ફાળવણીની દરખાસ્તને સત્તાવાર રીતે મંજૂરી આપવામાં આવી છે. આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વર્ષા વ્યાસે નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ પ્લોટ ફાળવણી મુદ્દે અગાઉથી જ વિવિધ વિવાદો ચાલી રહ્યા હતા, પરંતુ કમિટીની બેઠકમાં ચર્ચા બાદ આખરે મંજૂરી આપવામાં આવી છે. '1 વોટની કિંમત 15 કરોડ', કોંગ્રેસનું મનપા પરિસરમાં હંગામેદાર પ્રદર્શન એક તરફ જ્યાં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા પ્લોટ ફાળવણી મંજૂર કરવામાં આવી છે, તો બીજી તરફ આ નિર્ણય સામે રાજકીય પક્ષો ખાસ કરીને કોંગ્રેસ પાર્ટી દ્વારા આક્રમક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. મનપાની સ્થાયી સમિતિની બેઠક શરૂ થતાં જ કોંગ્રેસના સભ્યો અને આગેવાનો દ્વારા મનપા પરિસરમાં ઉગ્ર સૂત્રોચ્ચાર શરૂ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ દ્વારા હાથમાં ‘1 વોટની કિંમત 15 કરોડ’ લખેલા વિવાદાસ્પદ પોસ્ટરો અને બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવતા સમગ્ર મનપા ભવનમાં રાજકીય ગરમાવો અચાનક વધી ગયો હતો. પ્લોટ ફાળવણીનો વિવાદ વકરતા વડોદરાના રાજકારણમાં ભારે ચકચાર યુસુફ પઠાણને પ્લોટ ફાળવવાના આ સમગ્ર પ્રકરણને લઈને વિરોધ પક્ષ સત્તાધારી પક્ષ પર આકરા પ્રહારો કરી રહ્યો છે. લાંબા સમયથી ચાલતા વિવાદ વચ્ચે આ મંજૂરી અપાતા આગામી દિવસોમાં આ મુદ્દો વધુ રાજકીય રંગ પકડે તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે. મનપા તંત્ર દ્વારા વિવાદોની વચ્ચે પણ ફાળવણીની પ્રક્રિયા આગળ વધારવામાં આવતા વડોદરાના રાજકીય અને સામાજિક વર્તુળોમાં આ વિષય ચર્ચાના એરણે ચઢ્યો છે.
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan