Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

UPSC ડિફેન્સ એક્ઝામ:CDSના 474 અને NDAના 768 ઉમેદવારો 5 બિલ્ડિંગોમાં આપશે પરીક્ષા, સુરતમાં તંત્ર સજ્જ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 12, 2026 👁 2 views
UPSC ડિફેન્સ એક્ઝામ:CDSના 474 અને NDAના 768 ઉમેદવારો 5 બિલ્ડિંગોમાં આપશે પરીક્ષા, સુરતમાં તંત્ર સજ્જ
UPSC દ્વારા ડિફેન્સ સર્વિસમાં જોડાવવા માંગતા યુવાનો માટે રવિવાર, 13 સપ્ટેમ્બરના રોજ સુરત ખાતે નેશનલ ડિફેન્સ એકેડેમી (NDA) અને કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસ (CDS-II) ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત શહેરને પરીક્ષા કેન્દ્ર તરીકે પસંદ કરવામાં આવ્યું છે, જ્યાં કુલ 1,242 જેટલા ઉમેદવારો પરીક્ષા આપવાના છે. આ પરીક્ષાર્થીઓમાં CDS પરીક્ષા માટે 474 ઉમેદવારો તથા NDA પરીક્ષા માટે 768 ઉમેદવારોનો સમાવેશ થાય છે. શાંતિપૂર્ણ અને સુચારુ રીતે પરીક્ષા સંપન્ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. શહેરની 5 શાળાઓમાં પરીક્ષા કેન્દ્રો ફાળવાયા પરીક્ષાના સંચાલન માટે સુરત શહેરમાં કુલ 5 પ્રમુખ સ્કૂલ બિલ્ડિંગોને સેન્ટર તરીકે પસંદ કરવામાં આવ્યા છે, જેમાં CDS પરીક્ષા માટે T TV સાર્વજનિક હાઇસ્કૂલ ખાતે 3 સેશન તેમજ સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલ ખાતે 2 સેશનમાં પરીક્ષા યોજાશે. બીજી તરફ, NDA ની પરીક્ષા માટે લૂર્ડ્સ કૉન્વેન્ટ હાઇસ્કૂલ, સી. સી. શાહ સાર્વજનિક ઇંગ્લિશ હાઇસ્કૂલ અને સંસ્કાર ભારતી વિદ્યાલય એમ 3 શાળાઓમાં વ્યવસ્થા કરવામાં આવી છે. આ ત્રણેય કેન્દ્રો પર NDA ની પરીક્ષા 2 અલગ-અલગ સેશનમાં લેવામાં આવશે. તમામ કેન્દ્રો પર સુરક્ષા અને નિરીક્ષણ માટે ખાસ સ્ટાફ તહેનાત કરવામાં આવ્યો છે. NDA પરીક્ષાનું સવાર અને બપોરનું શિડ્યુલ નેશનલ ડિફેન્સ એકેડેમી એન્ડ નેવલ એકેડેમી એક્ઝામિનેશન (II) માટે નિર્ધારિત કાર્યક્રમ મુજબ પ્રથમ પેપર સવારે 10:00 વાગ્યાથી શરૂ થઈને 12:30 વાગ્યા સુધી ચાલશે. આ પ્રથમ સત્રમાં મેથેમેટિક્સ વિષયની પરીક્ષા લેવાશે. ત્યારબાદ બપોરના સત્રમાં બીજા પેપર તરીકે 2:00 વાગ્યાથી 4:30 વાગ્યા સુધી જનરલ એબિલિટી ટેસ્ટ (GAT) યોજાશે. પરીક્ષાર્થીઓને સમયસર કેન્દ્ર પર પહોંચવા, જરૂરી હોલ ટિકિટ સાથે રાખવા અને નિર્ધારિત ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવા વહીવટી તંત્ર તરફથી સૂચના આપવામાં આવી છે. CDS-II પરીક્ષા ત્રણ અલગ-અલગ તબક્કામાં લેવાશે કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસ એક્ઝામિનેશન (II) નું આયોજન દિવસ દરમિયાન 3 તબક્કામાં કરવામાં આવ્યું છે. જેમાં સવારે 9:00 થી 11:00 વાગ્યા સુધી ઇંગ્લિશ વિષયનું પ્રથમ પેપર લેવાશે. ત્યારબાદ બીજા તબક્કામાં બપોરે 12:30 થી 2:30 વાગ્યા સુધી જનરલ નોલેજનું પેપર યોજાશે. અંતિમ તબક્કામાં સાંજે 4:00 થી 6:00 વાગ્યા સુધી એલિમેન્ટરી મેથેમેટિક્સની પરીક્ષા લેવાશે. આ રીતે સમગ્ર દિવસ દરમિયાન કુલ 1,242 ભાવિ ડિફેન્સ ઓફિસરો સુરતના 5 કેન્દ્રો પરથી પોતાની લેખિત પરીક્ષા આપશે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan