Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

UPI Charges: વેપારીઓ માટે નવો નિયમ, ગ્રાહક પાસેથી ચાર્જ લીધો તો QR કોડ થશે બ્લોક

📰 Sandesh 🕐 1 min read 📅 September 18, 2026 👁 1 views
UPI Charges: વેપારીઓ માટે નવો નિયમ, ગ્રાહક પાસેથી ચાર્જ લીધો તો QR કોડ થશે બ્લોક
UPI Charges: ₹2,000થી વધુના UPI પેમેન્ટ પર મર્ચન્ટ એટલે કે વેપારીને ચાર્જ આપવો પડશે. જોકે વેપારી આ ચાર્જ ગ્રાહકો પાસેથી ન વસૂલી શકે તે માટે સરકાર એક નવી વ્યવસ્થા તૈયાર કરવા પર કામ કરી રહી છે. જેથી ભવિષ્યમાં કોઈ વેપારી ગ્રાહક પાસેથી ચાર્જ લેવાનો પ્રયાસ કરે તો તેના પર રોક લગાવી શકાય. ગ્રાહક પાસેથી MDR લેવાશે તો QR કોડ થઈ શકે છે બ્લોક નવી વ્યવસ્થામાં નિયમોનું ઉલ્લંઘન કરનારા વેપારીઓ સામે કાર્યવાહી કરવાનો વિકલ્પ પણ રાખવામાં આવી શકે છે. જો કોઈ વેપારી ગ્રાહક પાસેથી જબરદસ્તી MDR ચાર્જ વસૂલતો જોવા મળશે તો તેનું UPI અને QR કોડ બ્લોક થઈ શકે છે. આ પછી વેપારી માટે UPI દ્વારા પેમેન્ટ સ્વીકારવું શક્ય નહીં રહે. ગ્રાહકોની ફરિયાદ માટે અલગ વ્યવસ્થા બનાવાશે આ ઉપરાંત ગ્રાહકોની ફરિયાદોના ઉકેલ માટે એક અલગ ફરિયાદ નિવારણ વ્યવસ્થા બનાવવાની પણ વિચારણા થઈ રહી છે. આ વ્યવસ્થા દ્વારા જો કોઈ વેપારી MDRના નામે ગ્રાહક પાસેથી વધારાનો ચાર્જ વસૂલે તો ગ્રાહક સરળતાથી પોતાની ફરિયાદ નોંધાવી શકશે. સરકારની પ્રસ્તાવિત વ્યવસ્થાનો હેતુ UPI પેમેન્ટ દરમિયાન ગ્રાહકો પાસેથી કોઈપણ પ્રકારનો અયોગ્ય ચાર્જ વસૂલવામાં આવે તો તેના પર રોક લગાવવાનો છે. સાથે જ નિયમોનું ઉલ્લંઘન કરનારા વેપારીઓ સામે કડક કાર્યવાહી પણ સુનિશ્ચિત કરવામાં આવી શકે છે. 15 ઓક્ટોબરથી UPI પર ચાર્જનો નિયમ લાગુ થશે નોંધનીય છે કે 15 ઓક્ટોબરથી દેશભરમાં UPI પર ચાર્જનો નિયમ લાગુ થશે. NPCIના જણાવ્યા અનુસાર, ₹2,000થી વધુના UPI પેમેન્ટ પર મર્ચન્ટ પાસેથી 0.4 ટકાના દરે ચાર્જ લેવામાં આવશે. આ ચાર્જ પર 18 ટકા GST પણ લાગશે. આવી સ્થિતિમાં ₹2,000ના પેમેન્ટ પર મર્ચન્ટને લગભગ ₹9.44 ચાર્જ ચૂકવવો પડશે. આ પણ વાંચો: 15 ઓક્ટોબરથી UPIના નિયમોમાં ફેરફાર, જાણો કયા પેમેન્ટ પર MDR લાગશે
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan