top
મર્ચન્ટ ગ્રાહકો પાસેથી UPI ચાર્જ ન વસૂલે, સરકાર 15 ઓક્ટોબરથી દરરોજ નજર રાખશે
UPI Payments : 15 ઓક્ટોબરથી સરકાર દરરોજ નિરીક્ષણ કરશે કે દુકાનદારો ગ્રાહકો પાસેથી 2000 રૂપિયાથી વધુની યુપીઆઈ ચુકવણી પર 0.4 ટકા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (એમડીઆર) ફી વસૂલ કરી રહ્યા છે. સરકારના વરિષ્ઠ અધિકારીઓ દલીલ છે કે ઝડપી પેમેન્ટ સિસ્ટમને સંપૂર્ણ સબસિડી આપવાથી ઇનોવેશન સુનિશ્ચિત થશે નહીં. સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે સરકાર પેમેન્ટ એગ્રીગેટર્સ સાથે મળીને કામ કરી રહી છે. જેથી દુકાનદારો અને વેપારીઓને સમજાવી શકાય કે નવા એમડીઆર ચાર્જ કેવી રીતે કામ કરશે અને તેઓ ક્યાં લાગુ થશે અને ક્યાં નહીં. આ ઉપરાંત 2,000 રૂપિયાથી ઓછા યુપીઆઈ ટ્રાન્ઝેક્શનને મૂલ્યના 0.15 ટકા સુધી સબસિડી આપતી ઇંસેંટિવ સ્કિમ 15 ઓક્ટોબર પછી બંધ કરી દેવામાં આવશે. 15 ઓક્ટોબરથી દરરોજ નિરીક્ષણ કરાશે એક સરકારી અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે 15 ઓક્ટોબરથી અમે દરરોજ નિરીક્ષણ કરીશું કે દુકાનદારો ગ્રાહકો પર એમડીઆરનો ભાર નાખી રહ્યા છે કે નહીં. આની સરખામણી ગયા વર્ષના આંકડા સાથે કરવામાં આવશે. અન્ય વરિષ્ઠ અધિકારીએ સ્વીકાર્યું હતું કે એમડીઆરની અસર ત્યારે જ જાણી શકાશે જ્યારે નવું માળખું લાગુ કરવામાં આવશે, પરંતુ સૂત્રોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે 15 ઓક્ટોબરથી યુપીઆઈ ટ્રાન્ઝેક્શનમાં કોઈ ઘટાડો થશે નહીં. આ અઠવાડિયાની શરૂઆતમાં નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ) એ 2,000 રૂપિયાથી વધુના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ વસૂલવા માટે સુધારેલા માળખાની જાહેરાત કરી હતી. જ્યારે ફી ટ્રાન્ઝેક્શન મૂલ્યના 0.4% હશે (મહત્તમ 300 રૂપિયાને આધિન), કેટલીક આવશ્યક વસ્તુઓ અને સેવાઓ માટે યુપીઆઈનો ઉપયોગ કરીને ચુકવણી પર માત્ર 5 રૂપિયાની ફ્લેટ ફી લાગશે, પછી ભલે તે ગમે તેટલી મોટી ચુકવણી હોય. કેટલાક કેપિટલ માર્કેટ ટ્રાન્ઝેક્શન્સ પર 0.02% ની ઓછી ફી લાગશે. જ્યારે યુપીઆઈ દ્વારા કરવામાં આવતા વારંવારના પેમેન્ટ્સ જેમ કે ઓટીટી સબ્સ્ક્રિપ્શન અને એસઆઈપી ઇન્વેસ્ટ પર કોઈ ફી લાગશે નહીં. આ સંશોધિત ફ્રેમવર્ક સરકારે ગયા મહિને કાયદામાં ફેરફાર કર્યા પછી આવ્યું છે, જે પેમેન્ટ ઉદ્યોગની કંપનીઓની વર્ષોની માંગ પછી કરવામાં આવ્યું છે. યુપીઆઈ 2020માં જ એમડીઆર ફ્રી થયું હતું. યુપીઆઈ સિસ્ટમ ચલાવવા દર વર્ષે લગભગ 20,000 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે એક અંદાજ મુજબ યુપીઆઈ સિસ્ટમ ચલાવવા માટે દર વર્ષે લગભગ 20,000 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. ઉદ્યોગના અધિકારીઓના જણાવ્યા અનુસાર બદલાયેલા એમડીઆર ફ્રેમવર્કથી દર વર્ષે લગભગ 15,000 કરોડ રૂપિયાની આવક થવાની ધારણા છે. આ રકમ બેંકો, પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સ અને થર્ડ પાર્ટી એપ્સ વચ્ચે વહેંચવામાં આવશે. 2025-26માં 24,000 કરોડ રુપિયાથી વધુના UPI ટ્રાન્જેક્શનમાંથી માત્ર 30% પર્સન ટુ મર્ચન્ટ હતા. આ કેટેગરીમાં ફક્ત 4% પેમેન્ટ 2,000 રૂપિયાથી વધુ હતા. આ પર જ એમડીઆર વસૂલવામાં આવશે. 'વિદેશી દબાણ'ની વાત ખોટી, UPI ચાર્જ પર સરકારની સ્પષ્ટતા - ગ્રાહકો માટે પેમેન્ટ હજુ પણ ફ્રી રહેશે એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે તમે સબસિડી દ્વારા સિસ્ટમ ચલાવી શકો છો પરંતુ તે ઇનોવેશનની ગેરેંટી આપતું નથી. જ્યારે સબસિડી હોય છે, ત્યારે ઇનોવેશનની એક મર્યાદા હોય છે. 2,000 રૂપિયાથી વધુના પેમેન્ટ સ્વીકાર કરવા પર વેપારીઓ પાસેથી ફી વસૂલવાના નિર્ણયથી દેશમાં હંગામો મચી ગયો છે. મર્ચન્ટ કહે છે કે તેઓ આ વધારાનો ખર્ચ ગ્રાહકો પર નાખશે અથવા રોકડ લેવાનું શરૂ કરશે. આનાથી આશંકા ઉભી થઈ છે કે કિંમતો વધશે અને ભારતની ડિજિટલ પેમેન્ટ ક્રાંતિ ધીમી પડી જશે.
Read full article on The Indian Express