Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

'કોઈ અપમાન કરવાનો ઈરાદો નહોતો', પીએમ મોદીના માતા પ્રત્યે કથિત 'અનાદર' મામલે રાહુલ ગાંધીને મળ્યો મમતા બેનર્જીની TMCનો સાથ

📰 The Indian Express 🕐 1 min read 📅 September 20, 2026 👁 1 views
'કોઈ અપમાન કરવાનો ઈરાદો નહોતો', પીએમ મોદીના માતા પ્રત્યે કથિત 'અનાદર' મામલે રાહુલ ગાંધીને મળ્યો મમતા બેનર્જીની TMCનો સાથ
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ઈંદોરમાં 'છાત્રોં કી ગૂંજ' (વિદ્યાર્થીઓનો અવાજ) કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જોકે આ કાર્યક્રમના એક ચોક્કસ હિસ્સાને લઈને વિવાદ સર્જાયો છે, જેના કારણે રાહુલ ગાંધી ભાજપના નિશાન પર આવી ગયા છે. આ દરમિયાન રાહુલ ગાંધીને મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ (TMC) તરફથી સમર્થન મળ્યું છે. ટીએમસીના વરિષ્ઠ નેતા અને લોકસભા સાંસદ સૌગત રોયે કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નકલ (મિમિક્રી) કરવા બદલ કોંગ્રેસ નેતા અને વિપક્ષના નેતાનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે કોઈનું અપમાન કરવાનો ઈરાદો નહોતો અને રાજકારણમાં હાસ્ય માટે પણ અવકાશ હોવો જોઈએ. આ વિવાદ અંગે સમાચાર એજન્સી ANI સાથે વાત કરતા સૌગત રોયે કહ્યું, "કોઈ અપમાન કરવામાં આવ્યું નથી. વડાપ્રધાન મોદીએ જે કહ્યું હતું તેનું માત્ર પુનરાવર્તન કરવામાં આવ્યું હતું. આ કોઈનું અપમાન નથી. રાજકારણમાં હાસ્ય માટે જગ્યા હોવી જોઈએ." ઈંદોરમાં કાર્યક્રમનું આયોજન રાહુલ ગાંધીએ શનિવારે 'છાત્રોં કી ગૂંજ' કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન તેમણે સ્ટેન્ડ-અપ કોમેડિયન પુલકિત મણિ સાથે મંચ શેર કર્યો હતો. ભાજપના નેતાઓએ રાહુલ ગાંધીની ટિપ્પણીઓ અને તેમની નકલની ટીકા કરી હતી. ભાજપે આરોપ લગાવ્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના સ્વર્ગસ્થ માતાની મજાક ઉડાવવામાં આવી હતી. આ પણ વાંચો: અમદાવાદમાં ભાદરવે વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ, મેઘરાજાએ શહેર આખું બાનમાં લીધુ રાહુલ ગાંધીએ બીજેપી પર સાધ્યો નિશાનો રાહુલ ગાંધીએ ઈંદોરમાં છાત્રો કી ગુંજ કાર્યક્રમ અંતર્ગત કેન્દ્રની ભાજપા સરકાર પર જોરદાર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, આ દેશ પર સિસ્ટમનો કબજો છે અને સિસ્ટમને દેશના ટોપના છ લોકો ચલાવી રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે,'આ લડાઈ સિસ્ટમ વિરૂદ્ધ છે. આ સિસ્ટમ શું છે? દેશ પર સિસ્ટમનો કબજો છે. સિસ્ટમમાં અલગ-અલગ લેયર છે. ટોપ લેવલ પર આ છ લોકો બેસેલા છે. સિસ્ટમને નરેન્દ્ર મોદી ચલાવી રહ્યા છે. ધમકાવવાનું કામ, વિદ્યાર્થીઓને મારવાનું કામ, લોખંડની ખિલ્લીઓ સાથે મારવાનું કામ, પેલેટ ગનથી મારવાનું કામ અમિત શાહ જી કરે છે, આ તેને લગાવે અને મરાવે છે.'
Read full article on The Indian Express

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan