Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
education

Thalapathy Vijay : સરકારી સ્કૂલોમાં લંચમાં મળશે ચિકન બિરયાની! થલાપતિ વિજય સરકારની મોટી તૈયારી

📰 Sandesh 🕐 1 min read 📅 September 19, 2026 👁 2 views
Thalapathy Vijay : સરકારી સ્કૂલોમાં લંચમાં મળશે ચિકન બિરયાની! થલાપતિ વિજય સરકારની મોટી તૈયારી
તમિલનાડુ સરકારે સરકારી સ્કૂલોના બાળકોને અઠવાડિયામાં 1 દિવસ ચિકન બિરયાની આપવાની યોજના બનાવી છે. સ્કૂલ શિક્ષણ મંત્રી રાજ મોહને કહ્યું કે આ મુખ્યમંત્રી જોસેફ વિજયની ઈચ્છા છે. જોકે, તેને તરત જ લાગુ કરવામાં નહીં આવે. સરકાર પહેલા આના માટે પાયલટ પ્રોજેક્ટ ચલાવશે. આમાં એ જોવામાં આવશે કે મોટી સંખ્યામાં બાળકો માટે ખોરાક ચોખ્ખાઈ અને ફૂડ સેફ્ટીના નક્કી કરેલા નિયમો મુજબ કેવી રીતે તૈયાર કરી શકાશે. આ પછી જ યોજનાને મોટા પાયે લાગુ કરવા પર નિર્ણય લેવામાં આવશે. પાયલટ પ્રોજેક્ટ પછી લાગુ થશે વ્યવસ્થા મંત્રી રાજ મોહને કહ્યું કે સરકાર ઈચ્છે છે કે સરકારી સ્કૂલોના તમામ સ્ટુડન્ટ્સને ચિકન બિરયાનીનો ઓપ્શન મળે. તેમણે ચોખવટ કરી કે આના માટે પહેલા જરૂરી વ્યવસ્થાઓ કરવી પડશે. તેમણે કહ્યું કે પુઝલ જેલમાં કેદીઓને પણ ચિકન બિરયાની મળે છે, તો શું આપણા સ્ટુડન્ટ્સને આ ન મળી શકે? મંત્રીએ કહ્યું કે યોજના લાગુ કરતાં પહેલાં પાયલટ પ્રોજેક્ટ દ્વારા વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવશે. આ પછી ભોજન બનાવવાની તૈયારી, ચોખ્ખાઈ અને તેને સ્કૂલો સુધી પહોંચાડવા સાથે જોડાયેલી વ્યવસ્થાઓ જોવામાં આવશે. ભોજનમાં નોન-વેજ ઓપ્શન સામેલ કરવા પર વિચાર આ પ્રસ્તાવ પહેલીવાર જુલાઈમાં સામે આવ્યો હતો. તે સમયે તમિલનાડુ સરકાર સરકારી સ્કૂલોના બાળકોને લંચ યોજના હેઠળ અઠવાડિયામાં 1 વાર ચિકન બિરયાની આપવા પર વિચાર કરી રહી હતી. રાજ મોહને ત્યારે જણાવ્યું હતું કે તેમણે પોતે મુખ્યમંત્રી થલાપતિ વિજય સામે આ સલાહ મૂકી હતી અને છેલ્લો નિર્ણય તેમણે જ લેવાનો છે. આ પ્રસ્તાવ સ્કૂલોમાં અપાતા ભોજનમાં નોન-વેજ ઓપ્શન સામેલ કરવા અંગે ચાલતી ચર્ચાઓ વચ્ચે આવ્યો હતો. મંત્રીએ કહ્યું હતું કે વધતી ઉંમરના બાળકો માટે પૂરતું પ્રોટીન જરૂરી છે અને ચિકન બિરયાની આપવાના પ્રસ્તાવને રાજકીય મુદ્દા તરીકે ન જોવો જોઈએ. પાયલટ પ્રોજેક્ટ તરીકે થશે શરૂઆત રાજ મોહને કહ્યું કે તમિલનાડુમાં શિક્ષણ ક્ષેત્રે બદલાવની સાથે પોષણ પર પણ સતત ધ્યાન આપવામાં આવ્યું છે. પ્રસ્તાવ લાગુ થવાની સ્થિતિમાં શાકાહારી ભોજન પસંદ કરતાં બાળકોને પહેલાંની જેમ જ વેજ ખાવાનું મળતું રહેશે, જ્યારે નોન-વેજ ખાતા સ્ટુડન્ટ્સ ચિકન બિરયાનીનો ઓપ્શન પસંદ કરી શકશે. હાલમાં સરકારનું ધ્યાન યોજનાને સુરક્ષિત રીતે લાગુ કરવાની તૈયારી પર છે. તમિલનાડુમાં લંચની સાથે સરકારી સ્કૂલોના બાળકો માટે નાસ્તાની યોજના પણ ચાલી રહી છે. આ પણ વાંચો-Disha Salian કેસમાં આદિત્ય ઠાકરેને 500 કરોડની માનહાનિ નોટિસ
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan