Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

SVP હોસ્પિટલમાં ઓનલાઇન QR કોડ મુકાશે:મણિનગર એલજી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ અને કોલ્ડ સ્ટોરેજ સુવિધા શરૂ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 16, 2026 👁 1 views
SVP હોસ્પિટલમાં ઓનલાઇન QR કોડ મુકાશે:મણિનગર એલજી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ અને કોલ્ડ સ્ટોરેજ સુવિધા શરૂ
અમદાવાદની SVP હોસ્પિટલમાં કેટલીક જગ્યાએ યોગ્ય સફાઈ ન કરવામાં આવ્યું હોવાના પગલે હોસ્પિટલ કમિટીના ચેરમેન દ્વારા સંબંધિત એજન્સી સામે કાર્યવાહી કરવા માટેની સૂચના આપવામાં આવી છે. હોસ્પિટલમાં સફાઈ સહિત અન્ય પ્રશ્નો મુદ્દે કોઈપણ વ્યક્તિ ફરિયાદ કરી શકે તેના માટે QR કોડ ઓનલાઈન સિસ્ટમ શરૂ કરવા માટેનું પણ સૂચન કરવામાં આવ્યું છે. મણીનગરની LG હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ રૂમ અને કોલ્ડ સ્ટોરેજની સુવિધા પણ આજથી શરૂ કરી દેવામાં આવી છે. ફરિયાદ માટે ઓનલાઇન QR કોડ સિસ્ટમ શરૂ કરાશે હોસ્પિટલ કમિટીના ચેરમેન ડો. ચાંદની પટેલે જણાવ્યું હતું કે, SVP હોસ્પિટલમાં રાઉન્ડ લેવામાં આવ્યો હતો જે દરમિયાન કેટલીક જગ્યાએ ગંદકી અને અન્ય પ્રશ્નો જોવા મળ્યા હતા. સંબંધિત સત્તાધીશોને આ બાબતે ધ્યાન દોરી અને યોગ્ય કાર્યવાહી કરી નોટિસ આપવા માટે જણાવ્યું છે. નાના મોટા મેન્ટેનન્સ સહિતના કામો અટકતા હોય છે ત્યારે ફરિયાદ માટે ઓનલાઇન QR કોડ સિસ્ટમ શરૂ કરવા માટે સૂચન કર્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે ઓનલાઇન ફરિયાદ થતી હોય છે તેમ QR કોડ મારફતે પણ ફરિયાદ થઈ શકે તે મુજબ વ્યવસ્થા ગોઠવવામાં આવશે. નવો પોસ્ટ મોર્ટમ અને કોલ્ડ સ્ટોરેજ રૂમ શરૂ કરાયો વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મણિનગરની એલજી હોસ્પિટલમાં નવો પોસ્ટ મોર્ટમ અને કોલ્ડ સ્ટોરેજ રૂમ બનાવવામાં આવ્યા છે. જે આજે 16 સપ્ટેમ્બરથી શરૂ કરી દેવામાં આવ્યા છે. અત્યાર સુધી સિવિલ હોસ્પિટલમાં જ પોસ્ટ મોર્ટમ માટે જવું પડતું હતું, પરંતુ હવે પૂર્વ વિસ્તારમાં મણીનગર એલજી હોસ્પિટલ ખાતે પણ ફોરેન્સિક પીએમ થઈ શકે તે પ્રમાણે અત્યાધુનિક પોસ્ટમોર્ટમ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી માત્ર છ જેટલા કોલ્ડ સ્ટોરેજ હતા પરંતુ હવે 18 જેટલા કોલ્ડ સ્ટોરેજ રાખવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ ઓળખ સેમ્પલ પ્રક્રિયા વગેરે સાથેનું પોસ્ટમોર્ટમ રૂમ શરૂ કરી દેવામાં આવ્યું છે. પોસ્ટ મોર્ટમ રૂમ શરૂ થવાથી સમય અને અંતરની બચત
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan