Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

સુરતમાં ગણેશ પંડાલ સામે ડાન્સનો વિવાદ:ડીજે પર ભોજપુરી ગીતો અને યુવતીઓના બાળકોની સામે અશ્લીલ ડાન્સનો વીડિયો વાયરલ થતાં બજરંગદળે લીધો ઉધડો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 22, 2026 👁 1 views
સુરતમાં ગણેશ પંડાલ સામે ડાન્સનો વિવાદ:ડીજે પર ભોજપુરી ગીતો અને યુવતીઓના બાળકોની સામે અશ્લીલ ડાન્સનો વીડિયો વાયરલ થતાં બજરંગદળે લીધો ઉધડો
સુરત શહેરમાં ગણેશોત્સવ દરમિયાન ગણેશ પંડાલની પવિત્રતા જોખમાય એવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના ગોડાદરા વિસ્તારમાં આવેલા એક ગણેશ પંડાલ અને બાળકોની સામે ડીજેના તાલે ભોજપુરી ગીતો પર યુવતીઓ પાસે અશ્લીલ ડાન્સ કરાવવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હિન્દુ સંગઠનો અને સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. બજરંગદળના કાર્યકરો પંડાલ પર પહોંચ્યા આ વીડિયો ગોડાદરા વિસ્તારનો હોવાનું ધ્યાને આવતા જ બજરંગદળના ગોડાદરા વિસ્તારના સંયોજક નવનીત પાંડે પોતાના કાર્યકરો સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. પંડાલના આયોજકો સમક્ષ તેમણે આ પ્રકારના અશ્લીલ નૃત્ય સામે ભારે રોષ વ્યક્ત કરી કડક વિરોધ નોંધાવ્યો હતો. કાર્યકરોએ આયોજકોને આડે હાથ લઈ સમજાવ્યું હતું કે પવિત્ર ધાર્મિક મહોત્સવમાં આવા આયોજનો કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં. આયોજકે હાથ જોડીને માફી માંગી બજરંગદળના ઉગ્ર વિરોધ અને લોકોની નારાજગી બાદ પંડાલના આયોજકે ભગવાન ગણેશજીની પ્રતિમા સમક્ષ ઊભા રહીને હાથ જોડી માફી માંગી હતી. આયોજકે કબૂલ્યું હતું કે તેમનાથી ભૂલ થઈ ગઈ છે અને ભવિષ્યમાં ક્યારેય આવા કાર્યક્રમો કે અશ્લીલ નૃત્યનું આયોજન કરવામાં નહીં આવે. આ સાથે તેમણે સમગ્ર હિન્દુ સમાજની પણ ક્ષમા માંગી હતી. મર્યાદા ભંગ થશે તો કાનૂની કાર્યવાહીની ચીમકી બજરંગદળ દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે હિન્દુ ધર્મ અને સમાજના ધાર્મિક તહેવારોમાં કોઈપણ પ્રકારની આસ્થા, સંસ્કૃતિ કે મર્યાદાનો ભંગ થવો જોઈએ નહીં. ગણેશ ઉત્સવ ભક્તિ અને આસ્થાનું પ્રતીક છે, મનોરંજનના નામે અશ્લીલતા ફેલાવવાનું સ્થળ નથી. જો ભવિષ્યમાં આવી કોઈપણ પ્રવૃત્તિ જોવા મળશે તો બજરંગદળ માત્ર વિરોધ જ નહીં કરે પરંતુ જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી પણ કરાવશે. ડિંડોલીમાં પણ અગાઉ આવી ઘટના બની હતી ઉલ્લેખનીય છે કે, સુરતમાં આવી ઘટના પહેલીવાર નથી બની. થોડા દિવસો અગાઉ ડિંડોલી વિસ્તારમાં પણ શ્રાવણ મહિનામાં આ પ્રકારના ગીતો અને ડાન્સનો વીડિયો સામે આવ્યો હતો. તે સમયે પણ ભારે વિવાદ સર્જાયા બાદ આયોજકોએ આગળ આવીને જાહેરમાં માફી માંગવી પડી હતી. વારંવાર બનતી આવી ઘટનાઓને લઈને હવે લોકોમાં પણ સખત નારાજગી જોવા મળી રહી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan