Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

સુરત આગકાંડ: માત્ર ₹10 હજારના વિવાદમાં એકાઉન્ટન્ટનો ખતરનાક બદલો, ₹150ના પેટ્રોલથી 14 દુકાનો સળગાવી

📰 Abp News 🕐 1 min read 📅 September 21, 2026 👁 1 views
સુરત આગકાંડ: માત્ર ₹10 હજારના વિવાદમાં એકાઉન્ટન્ટનો ખતરનાક બદલો, ₹150ના પેટ્રોલથી 14 દુકાનો સળગાવી

Surat textile market fire: સુરતના સારોલી વિસ્તારમાં આવેલી શ્યામ સંગીની ટેક્સટાઈલ માર્કેટમાં ગત 9 સપ્ટેમ્બરની રાત્રે ભીષણ આગ લાગી હતી. શરૂઆતમાં આ ઘટનાને એક સામાન્ય અકસ્માત માનવામાં આવતો હતો, પરંતુ સુરત ક્રાઈમ બ્રાન્ચની સઘન તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આ આગ શોર્ટ સર્કિટ કે અકસ્માતથી નહીં, પરંતુ સંપૂર્ણ પૂર્વયોજિત કાવતરાના ભાગરૂપે લગાવવામાં આવી હતી. માત્ર 10 હજાર રૂપિયાના પગારના સામાન્ય વિવાદમાં એક પૂર્વ એકાઉન્ટન્ટે પોતાના માલિકને પાઠ ભણાવવા માટે આ ભયાનક આગકાંડને અંજામ આપ્યો હતો. આ આગમાં કાપડની 14 જેટલી દુકાનોમાં રહેલો લાખોનો માલ બળીને ખાખ થઈ ગયો હતો, જેમાં અંદાજે 24 કરોડ રૂપિયાનું તોતિંગ નુકસાન નોંધાયું છે.

CCTV ફૂટેજમાં કેદ થઈ આરોપીની કરતૂત

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી વિનોદ પંડિત સાવલે પોતાના મોઢા પર સફેદ રૂમાલ બાંધીને અને ખભા પર બેગ લટકાવીને માર્કેટમાં પ્રવેશ્યો હતો. માર્કેટના CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે તે પોતાની બેગમાંથી પેટ્રોલ ભરેલી બોટલ બહાર કાઢે છે અને દુકાનની બહાર પડેલા કાપડના પાર્સલ પર છાંટે છે. પહેલી વાર આગ લગાવવાનો તેનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો, પરંતુ બીજી વારમાં તે પાર્સલ સળગાવવામાં સફળ રહ્યો અને ત્યારબાદ ત્યાંથી નાસી છૂટ્યો હતો.

માત્ર 150 રૂપિયાનું પેટ્રોલ અને 24 કરોડનું નુકસાન

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી વિનોદે દેવધ ગામના એક પેટ્રોલ પંપ પરથી માત્ર 150 રૂપિયાનું પેટ્રોલ ખરીદ્યું હતું. તે 8 સપ્ટેમ્બરની રાત્રે જ માર્કેટમાં પ્રવેશી ગયો હતો અને પગથિયાં પાસે સંતાઈને બેઠો હતો. મોડી રાત્રે જ્યારે માર્કેટ સંપૂર્ણપણે સૂમસામ થઈ ગયું, ત્યારે તેણે દુકાન નંબર 639 ની બહાર પડેલા કાપડના બોક્સ પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી હતી.

શું હતો પગારનો વિવાદ?

આરોપી વિનોદ એપ્રિલ 2026 માં શ્યામ સંગીની માર્કેટની આ દુકાનમાં 30 હજાર રૂપિયાના માસિક પગારે એકાઉન્ટન્ટ તરીકે નોકરીએ લાગ્યો હતો. જોકે, તેને એકાઉન્ટિંગનું કામ બરાબર આવડતું ન હોવાથી માલિક સાથે અવારનવાર વિવાદ થતો હતો. આ કારણોસર જૂન મહિનામાં તેણે નોકરી છોડી દીધી હતી. પોલીસ તપાસમાં ખૂલ્યું છે કે વિનોદને એવી ગેરસમજ હતી કે માલિક પાસે તેના 10 હજાર રૂપિયા લેવાના બાકી છે. જોકે, હકીકતમાં માલિકે તેનો તમામ પગાર ચૂકવી દીધો હતો. માત્ર આ 10 હજાર રૂપિયાના ડિફરન્સની ગેરસમજના કારણે તેણે આટલો મોટો અને ખતરનાક બદલો લીધો.

‘વિશ્વાસ પ્રોજેક્ટ’ની મદદથી 1500 CCTV તપાસ્યા

આ ઘટના બાદ સારોલી પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. આરોપીને પકડવા માટે સુરત પોલીસના મહત્ત્વાકાંક્ષી ‘વિશ્વાસ પ્રોજેક્ટ’ ફેઝ-2 નો બખૂબી ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસે 1500 થી વધુ CCTV કેમેરાના ફૂટેજનું બેકવર્ડ અને ફોરવર્ડ ટ્રેકિંગ કર્યું હતું, જેના આધારે પેલા અજાણ્યા શખ્સની ઓળખ વિનોદ સાવલે તરીકે થઈ હતી.

રાજસ્થાનથી અયોધ્યા ભાગ્યો, સુરત આવતા જ ઝડપાયો

આરોપી એટલો શાતિર હતો કે ગુનો આચર્યા બાદ અને પોતાના પર FIR થઈ છે તે જાણતા જ તેણે પોતાનો મોબાઈલ ફોન બંધ કરી દીધો હતો. તે પોતાની પત્ની અને બાળકને લઈને સુરતથી રાજસ્થાનના ખાટુશ્યામ મંદિરે અને ત્યાંથી સીધો અયોધ્યા ભાગી ગયો હતો. જોકે, પોલીસ સતત તેના પગેરૂ પર હતી. થોડા સમય બાદ જ્યારે તે સુરત પરત ફર્યો, ત્યારે ડિંડોલીના ફ્લાવર ગાર્ડન નજીકથી ક્રાઈમ બ્રાન્ચે તેને દબોચી લીધો હતો.

એડિશનલ સીપી કરણરાજ વાઘેલાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે આરોપીએ માત્ર ત્રણ મહિના જ નોકરી કરી હતી અને 10 હજાર રૂપિયાની ગેરસમજમાં આટલું મોટું નુકસાન કર્યું છે. વધુમાં, ખુલ્લામાં બોટલમાં પેટ્રોલનું વેચાણ કરનાર પેટ્રોલ પંપ સંચાલક સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Read full article on Abp News

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan