Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

સુરેન્દ્રનગર જિલ્લામાં 54 વીજ જોડાણોમાં ચોરી પકડાઈ:ઘર વપરાશ અને ખેતીવાડીના કનેક્શનમાં 16.27 લાખનો દંડ ફટકારાયો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 21, 2026 👁 1 views
સુરેન્દ્રનગર જિલ્લામાં 54 વીજ જોડાણોમાં ચોરી પકડાઈ:ઘર વપરાશ અને ખેતીવાડીના કનેક્શનમાં 16.27 લાખનો દંડ ફટકારાયો
સુરેન્દ્રનગર જિલ્લામાં PGVCLએ સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન ઘર વપરાશના 43 અને ખેતીવાડીના 11 મળી કુલ 54 વીજ જોડાણોમાં વીજ ચોરી પકડાઈ હતી. આ વીજ ચોરી બદલ કુલ 16.27 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આમાંથી 21 કેસ એવા હતા જ્યાં વીજ જોડાણ વગર જ વીજળી ચોરી કરવામાં આવી રહી હતી. PGVCLની 35 ટીમોએ વિવિધ ગામડાઓમાં ચેકિંગ કર્યું PGVCL, સુરેન્દ્રનગરના અધિક્ષક ઇજનેર એન.એન. અમીનના નેતૃત્વમાં આ ચેકિંગ કરવામાં આવ્યું હતું. PGVCLની 35 ટીમોએ સુરેન્દ્રનગર વર્તુળ કચેરી હેઠળના સાંગાણી, મઘરીખડા, ચોરવીરા, સરોડી, પેઢડા, કુંતલપુર, સરલા, નાના અંકેવાળીયા અને સરોડી જેવા વિસ્તારોમાં તપાસ કરી હતી. કુલ 353 વીજ જોડાણોની તપાસ કરાઈ આ કામગીરી માટે 8 પોલીસકર્મીઓએ સુરક્ષા પૂરી પાડી હતી અને 4 વીડિયોગ્રાફર પણ હાજર હતા. વીજ ચેકિંગ દરમિયાન કુલ 353 વીજ જોડાણોની તપાસ કરવામાં આવી હતી. જેમાં ઘર વપરાશના 197 અને ખેતીવાડીના 156 કનેક્શનનો સમાવેશ થાય છે. 54 વીજ જોડાણોમાં ચોરી પકડાઈ, 16.27 લાખ રૂપિયાનો દંડ આ તપાસમાં ઘર વપરાશના 43 અને ખેતીવાડીના 11 મળી કુલ 54 વીજ જોડાણોમાં ચોરી પકડાઈ હતી. આ 54 કેસમાંથી 21 કેસ એવા હતા જ્યાં વીજ જોડાણ વગર જ વીજળીનો ઉપયોગ થતો હતો. આ તમામ વીજ ચોરોને કુલ 16.27 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan