Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

Surendranagar News: એસટી બસમાં નશાની હેરાફેરીનો પર્દાફાશ, પોશડોડાના જથ્થો સાથે એક ઝડપાયો

📰 Sandesh 🕐 1 min read 📅 September 23, 2026 👁 1 views
Surendranagar News: એસટી બસમાં નશાની હેરાફેરીનો પર્દાફાશ, પોશડોડાના જથ્થો સાથે એક ઝડપાયો
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-સાયલા હાઈવે પરથી ચકચારી ઘટના સામે આવી છે. સુરતથી જૂનાગઢ તરફ જતી સરકારી એસટી બસમાં બેઠેલા એક પરપ્રાંતિય મુસાફર પાસેથી પ્રતિબંધિત સૂકા પોશડોડાનો મોટો જથ્થો મળી આવ્યો છે. કંડકટરની સતર્કતાના કારણે સરકારી બસની આડમાં ચાલતી નશાની હેરાફેરીનો પર્દાફાશ થયો છે, અને પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કંડકટરની શંકાથી ખુલ્યું રહસ્ય અને પોલીસે કરી ધરપકડ પ્રાપ્ત વિગતો મુજબ, અન્ય એક બસનો અકસ્માત થવાથી પ્રવાસીઓને આ સુરત-જૂનાગઢ રૂટની બસમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન એક પ્રવાસી પાસે રહેલો કોથળો શંકાસ્પદ લાગતા કંડકટરે પૂછપરછ કરી હતી, પરંતુ સંતોષકારક જવાબ ન મળતા કંડકટર અને ચાલકે 112 હેલ્પલાઇન પર પોલીસને જાણ કરી હતી. સાયલા પોલીસે બસને સ્ટેશને લાવીને તપાસ કરતા કોથળામાંથી 15.200 કિલોગ્રામ પ્રતિબંધિત પોશડોડા મળી આવ્યા હતા. 2.26 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો પોલીસે સરકારી પંચોની હાજરીમાં વજન કરતા કુલ 15.200 કિલોગ્રામ પોશડોડા, જેની કિંમત 2,26,500 રૂપિયા થાય છે, તે જપ્ત કર્યો છે. આ સાથે એક મોબાઈલ ફોન સહિત કુલ 2.29 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. પકડાયેલ આરોપી જોહન રામસંગ ભૂરિયા (રહે. અંતરવેલિયા, જિલ્લો જાંબુવા, મધ્યપ્રદેશ) વિરુદ્ધ સાયલા પોલીસ મથકે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પાણશીણા પીઆઈને સોંપાઈ તપાસ, નેટવર્કની ખોલવામાં આવશે કુંડળી સરકારી એસટી બસમાં ચાલી રહેલા આ નશાના વેપલાની તપાસ હવે પાણશીણા પીઆઈ દેસાઈને સોંપવામાં આવી છે. આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોને આપવાનો હતો અને આ રેકેટમાં અન્ય કોણ-કોણ સામેલ છે, તે અંગે પોલીસ ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહી છે, જેથી આગામી સમયમાં મોટા ખુલાસા થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. આ પણ વાંચો: Surendrnagar: ત્રણ કિલોથી વધુ સુકા ગાંજા સાથે વૃધ્ધ ઝડપાયો
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan