Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર 31મીએ PM મોદીની હાજરીમાં એકતા પરેડ:નક્સલ વિરોધી કામમાં યોગદાન આપનાર 45 ડોગ સ્ક્વોડ બનશે આકર્ષણ, સરદાર પટેલની 151મી જન્મજયંતીએ 19 કન્ટિન્જન્ટનું માર્ચપાસ્ટ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 October 27, 2026 👁 3 views
સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર 31મીએ PM મોદીની હાજરીમાં એકતા પરેડ:નક્સલ વિરોધી કામમાં યોગદાન આપનાર 45 ડોગ સ્ક્વોડ બનશે આકર્ષણ, સરદાર પટેલની 151મી જન્મજયંતીએ 19 કન્ટિન્જન્ટનું માર્ચપાસ્ટ
લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે 31 ઓક્ટોબરે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનારી એકતા પરેડ-2026માં દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષા દળોના શૌર્યની ઝલક જોવા મળશે. આ વખતની પરેડમાં ‘નક્સલ મુક્ત ભારત’ અને ‘વિવિધતામાં એકતા’ના સંદેશ પર વિશેષ ભાર મૂકવામાં આવશે. નક્સલ વિરોધી કામગીરીમાં યોગદાન આપનાર 45 ડોગ સ્ક્વોડ ખાસ આકર્ષણ આ વર્ષની એકતા પરેડમાં નક્સલવાદ વિરોધી કામગીરીમાં યોગદાન આપનાર 45 ડોગ સ્ક્વોડને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. સુરક્ષા દળો સાથે કામગીરી કરતા આ તાલીમબદ્ધ શ્વાન આંતરિક સુરક્ષામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમની સૂંઘવાની ક્ષમતા, તાલીમ અને શિસ્ત સુરક્ષા વ્યવસ્થામાં કેવી રીતે ઉપયોગી બને છે તે પણ આ ઉપસ્થિતિ દ્વારા ઉજાગર થશે. 19 કન્ટિન્જન્ટ માર્ચપાસ્ટ કરશે એકતા પરેડમાં વિવિધ રાજ્યોની પોલીસ અને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF)ના કુલ 19 કન્ટિન્જન્ટ માર્ચપાસ્ટમાં ભાગ લેશે. આ ઉપરાંત પોલીસ બેન્ડ, મોટરસાઇકલ પ્રદર્શન, આકર્ષક ઝાંખીઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો પરેડની ભવ્યતામાં વધારો કરશે. NCCના કેડેટ્સ પણ ‘વિવિધતામાં એકતા’ની ભાવનાને રજૂ કરશે. સરદાર પટેલના અખંડ ભારતના સ્વપ્નને સમર્પિત ઉજવણી સરદાર વલ્લભભાઈ પટેલે દેશી રજવાડાંઓના એકીકરણમાં આપેલા ઐતિહાસિક યોગદાનને યાદ કરવા દર વર્ષે 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. એકતાનગર ખાતે યોજાનારી પરેડમાં રાષ્ટ્રની એકતા, સુરક્ષા દળોના સમર્પણ અને દેશની અખંડિતતાનો સંદેશ આપવામાં આવશે. આમ, એકતા પરેડ-2026 માત્ર માર્ચપાસ્ટ કે સાંસ્કૃતિક પ્રદર્શન પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ નક્સલવાદ સામેની કામગીરી, સુરક્ષા દળોની ક્ષમતા અને દેશની વિવિધતામાં રહેલી એકતાને રજૂ કરતું રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક બનશે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan