politics
'સરકારી ઠરાવ કાયદાથી મોટો નથી!' જમીનને બિનખેતી ઉપયોગ માટેની પરવાનગી મામલે જામનગર કલેક્ટરને હાઈકોર્ટની આકરી ટકોર
જામનગરમાં જમીનને બિનખેતી પરવાનગી મામલે ગુજરાત હાઈકોર્ટે કલેક્ટરની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. જસ્ટિસ નિરલ મહેતાએ જણાવ્યું કે, સરકારી ઠરાવ માત્ર વહીવટી સૂચના છે અને કાયદાની જોગવાઈને અવગણી શકાય નહીં. હાઈકોર્ટે કલેક્ટરના સોગંદનામામાં કાયદાકીય સ્થિતિની ચર્ચા ન થવા બદલ નારાજગી વ્યક્ત કરી. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવને હસ્તક્ષેપ કરી જરૂરી પગલાં સૂચવવા આદેશ કર્યો. વધુ સુનાવણી 24 સપ્ટેમ્બરે થશે.
Read full article on Gujaratsamachar