Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

SIR પર બે ચૂંટણી કમિશનરોના 14 વાંધા: CEC એ જવાબ આપવા જ રહ્યા, જરુર જણાય તો સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કરવો જોઈએ | Express Editorial

📰 The Indian Express 🕐 1 min read 📅 September 24, 2026 👁 1 views
SIR પર બે ચૂંટણી કમિશનરોના 14 વાંધા: CEC એ જવાબ આપવા જ રહ્યા, જરુર જણાય તો સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કરવો જોઈએ | Express Editorial
Express Editorial | શું વિશ્વની સૌથી મોટી લોકશાહી ખતરામાં છે? દેશમાં મતદારો અને લોકશાહી અખંડ રાખવા માટે પાયાનું કામ કરતી સંસ્થા ચૂંટણી પંચ સામે હાલમાં જે સવાલો ઉભા થયા છે એ જોતાં આ સવાલનો જવાબ સ્પષ્ટ રીતે ના કહી શકાય એવું નથી રહ્યું. ધ ઈન્ડિયન એક્સપ્રેસ ઇન્વેસ્ટીગેશન અહેવાલમાં સામે આવેલી હકીકતો વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક દેશના પાયા હચમચાવી દેનાર છે. મતદારોની વિશાળ સંખ્યા અને વસ્તીની દ્રષ્ટિએ ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી અને મતદારોના હક સામે ચિંતાના વાદળો ઘેરાયા છે. બે ચૂંટણી કમિશનરો પ્રશ્નો ઉઠાવીને આગળ આવ્યા છે. હવે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) એ તેમના સવાલોના મુદ્દાસર જવાબ આપવા જોઈએ. અને જો આ માટે સર્વોચ્ચ અદાલતના હસ્તક્ષેપ કે દબાણની જરૂર પડે, તો તે પણ થવું જ જોઈએ. લાખો ઘટકો ધરાવતા વિશાળ લોકતંત્રમાં મતદાર યાદીઓને સમયાંતરે સુધારવી અને અપડેટ કરવી જરૂરી છે. મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત કરવાની બંધારણીય જવાબદારી ધરાવતી સંસ્થા તરીકે ચૂંટણી પંચ માટે 'વિશેષ સઘન પુનરાવર્તન' (Special Intensive Revision-SIR) હાથ ધરવાનું કારણ પણ આ જ છે. વિવિધ રાજ્યોમાં મતદારોના નામ દૂર કરવાની પ્રક્રિયાને સીધી રીતે ચૂંટણીના પરિણામો સાથે જોડવી એ તથ્યો કરતાં વધુ રાજકીય દલીલનો વિષય બની શકે છે. જોકે, ધ ઈન્ડિયન એક્સપ્રેસ ઇન્વેસ્ટીગેશન અહેવાલમાં ચૂંટણી પંચ (ECI)ની કામગીરી અંગે જે વિગતો સામે આવી છે, તે દેશની મહત્વની બંધારણીય સંસ્થાઓમાંની એક પ્રત્યેના જનવિશ્વાસને લઈને ગંભીર સવાલો ઊભા કરે છે. આ તપાસ ચૂંટણી પંચની આંતરિક કાર્યપદ્ધતિ અને નિર્ણય લેવાની પ્રક્રિયા અંગે પણ પ્રશ્નો ઉભા કરે છે. આ બાબતને માત્ર રાજકીય ખેંચતાણ અથવા આરોપ-પ્રત્યારોપ તરીકે નકારી શકાય નહીં. પંચના ત્રણેય સભ્યોની પસંદગી NDA સરકાર દ્વારા કરવામાં આવી હતી. તેમ છતાં, SIR પ્રક્રિયા દરમિયાન પંચ દ્વારા લેવામાં આવેલા કેટલાક નિર્ણયોને લઈને બે ચૂંટણી કમિશનરોએ સત્તાવાર રીતે વાંધા નોંધાવ્યા હતા. અહેવાલો અનુસાર, 10 મહિનામાં તેમણે 14 વખત પોતાની ચિંતાઓ વ્યક્ત કરી હતી. તેમના વાંધાઓનું યોગ્ય નિરાકરણ આવ્યું કે નહીં, તે પોતે જ એક મહત્વનો સવાલ છે. બે ચૂંટણી કમિશનરોના ગંભીર સવાલો ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીએ SIRની કામગીરીને લઈને અનેક વાંધા ઉઠાવ્યા હતા. તેમનું કહેવું હતું કે જે સંસ્થામાં શક્ય હોય ત્યાં સર્વસંમતિથી નિર્ણય લેવો જોઈએ અને સર્વસંમતિ ન બને તો બહુમતીના નિર્ણયનું પાલન થવું જોઈએ, ત્યાં તેમને કેટલીક બાબતોમાં અંધારામાં રાખવામાં આવી રહ્યા હતા. રાહુલ ગાંધીએ જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી, કહ્યું - પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહની પણ તપાસ થવી જોઈએ તેમણે નવા મતદારો માટેના 'Form 6'માં કરવામાં આવેલા ફેરફારો સામે પણ વાંધો નોંધાવ્યો હતો. તેમના મતે આ ફેરફારો નિયમોની મૂળ વ્યવસ્થા સાથે સુસંગત ન હતા અને તેના કારણે નવી મતદાર નોંધણીની પ્રક્રિયા વધુ મુશ્કેલ બની હતી. મતદાર ડેટાબેઝના કેન્દ્રીકરણ અંગે પણ તેમણે સવાલો ઉઠાવ્યા હતા. તેમના મતે ડેટાબેઝનું આ પ્રકારનું કેન્દ્રીકરણ ECIની જવાબદાર અને વિકેન્દ્રિત કામગીરી અંગેના દાવાઓ સાથે સુસંગત નથી. જ્યારે પંચની અંદર ઉઠાવવામાં આવેલા આ વાંધાઓથી કોઈ સ્પષ્ટ પરિણામ આવ્યું નહીં, ત્યારે બંને કમિશનરોએ દેશના સર્વોચ્ચ અમલદાર એવા કેબિનેટ સચિવ સમક્ષ પણ પોતાની ચિંતાઓ રજૂ કરી હતી. આ ઘટનાનો એક મહત્વનો પાસો એ છે કે પંચની અંદરથી જ બે કમિશનરોએ સુરક્ષાત્મક જોગવાઈઓ, નિયંત્રણો અને સંતુલનની વ્યવસ્થા (checks and balances) અંગે વારંવાર સવાલો ઉઠાવ્યા હતા. આ પરિસ્થિતિમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર તરફથી આ ચિંતાઓનું શું નિરાકરણ લાવવામાં આવ્યું, તે અંગે પણ સ્પષ્ટતા જરૂરી બને છે. કારણ કે કોઈ સંસ્થામાં ઉઠાવવામાં આવેલા ગંભીર આંતરિક વાંધાઓનો જવાબ ન મળે તો તે સંસ્થાની નિર્ણય પ્રક્રિયા અંગે સ્વાભાવિક રીતે પ્રશ્નો ઊભા થાય છે. બહારથી ઉઠતા સવાલો અને અંદરની ચિંતાઓ વચ્ચે કડી સંધુ અને જોશીએ જે મુદ્દાઓ ઉઠાવ્યા હતા, તેમાંના ઘણા મુદ્દાઓ SIR શરૂ થયા બાદ બહારથી પણ ઉઠાવવામાં આવતા રહ્યા છે. આ અખબારે SIRની જમીની પ્રક્રિયા દરમિયાન સામે આવેલી સમસ્યાઓનો સતત અહેવાલ આપ્યો છે. ચૂંટણી પંચના નવા સોફ્ટવેર પર વિવાદ: ગ્રાઉન્ડ લેવલના અધિકારીઓ પાસેથી મતદાર યાદીમાં ફેરફાર કરવાનો અધિકાર છીનવાયો બિહારમાં SIR પ્રથમ વખત લાગુ કરવામાં આવ્યું ત્યારે ગરીબ અને દસ્તાવેજવિહોણા લોકોમાં ભારે ચિંતા જોવા મળી હતી. ત્યારબાદ પશ્ચિમ બંગાળમાં પ્રક્રિયામાં વધુ કડક જોગવાઈઓ ઉમેરાઈ. ત્યાં આ પ્રક્રિયાથી લઘુમતી સમુદાયને નિશાન બનાવવામાં આવી શકે તેવી ચિંતા પણ વ્યક્ત થઈ હતી અને લગભગ 27 લાખ મતદારોને મતાધિકાર ગુમાવવાનો ભય ઊભો થયો હતો. તાજેતરમાં ઝારખંડના ગોડ્ડામાં ચાર બૂથ પર ચૂંટણી અધિકારીઓ અને ભાજપના કાર્યકરો વચ્ચે થયેલા સામસામેના બનાવે પણ પ્રક્રિયાની જમીની અસર અંગે સવાલો ઊભા કર્યા હતા. મતદાર યાદીની અખંડિતતા જાળવવી જરૂરી છે. પરંતુ તેની સાથે દરેક લાયક મતદારનું નામ યાદીમાં રહે તે પણ એટલું જ મહત્વનું છે. SIRની પ્રક્રિયા આ બંને જરૂરિયાતો વચ્ચે સંતુલન જાળવવામાં કેટલી સફળ રહી છે, તે અંગેના સવાલો હવે વધુ ગંભીર બન્યા છે. ખાસ કરીને જ્યારે મતદાર પર જ પુરાવાનો બોજ મૂકાય, ટૂંકી સમયમર્યાદામાં મુશ્કેલ દસ્તાવેજો રજૂ કરવાની ફરજ પડે અને અપીલની પ્રક્રિયા અંગે પણ પૂરતી સ્પષ્ટતા ન હોય, ત્યારે સૌથી વધુ અસર સંવેદનશીલ મતદારો પર થવાની શક્યતા રહે છે. મતદાર સામે પુરાવાનો બોજ SIR અંગેની સૌથી મોટી ચિંતાઓ પૈકીની એક એ છે કે પ્રક્રિયા મતદાર સુધી પહોંચીને તેને મતદાર તરીકે સામેલ કરવાની જગ્યાએ તેની લાયકાત સાબિત કરવાની પ્રક્રિયા બની રહી છે કે કેમ? છેવાડાના મતદાર સુધી પહોંચવાની પરંપરાગત ચૂંટણી વ્યવસ્થાની જગ્યાએ જો મતદારને જ લાંબી કતારોમાં ઊભા રહીને દસ્તાવેજો એકત્ર કરવા પડે અને પોતાની નાગરિકતા કે મતદાર તરીકેની લાયકાત સાબિત કરવી પડે, તો પ્રક્રિયાની સમાવેશી પ્રકૃતિ અંગે સવાલ ઊભો થાય છે. આ સ્થિતિમાં SIR માત્ર મતદાર યાદીની ચકાસણીની પ્રક્રિયા ન રહીને નાગરિકતા સાથે જોડાયેલી કસોટીનું સ્વરૂપ ધારણ કરી રહી છે કે કેમ, તે અંગે પણ ચિંતા વ્યક્ત થઈ છે. આ બાબતનું મહત્વ એટલા માટે પણ વધારે છે કે મતદાર યાદીમાં નામ હોવું માત્ર ચૂંટણીમાં મત આપવાનો અધિકાર નથી. નાગરિક તરીકેની ઓળખ અને વિવિધ સરકારી સેવાઓ તથા યોજનાઓ સુધી પહોંચ સાથે પણ તેની વ્યવહારિક અસર જોડાયેલી હોઈ શકે છે. સુપ્રીમ કોર્ટની ભૂમિકા અંગે સવાલ SIR ને લઈને ચિંતાઓ વધતી હોવા છતાં સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પંચને કેટલાક એવા સવાલો પૂછ્યા નથી, જે આ પરિસ્થિતિમાં પૂછવા જરૂરી બની શકે છે. ભૂતકાળમાં બંધારણીય સંતુલનના રક્ષક તરીકે સર્વોચ્ચ અદાલતે ચૂંટણી વ્યવસ્થાની સ્વાયત્તતા અને ચૂંટણી પંચની સ્વતંત્રતા જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. બિહારના મામલે અદાલતે હસ્તક્ષેપ કર્યો હતો અને ચૂંટણી પંચને આધારને માન્ય દસ્તાવેજોમાંના એક તરીકે સ્વીકારવાનો નિર્દેશ આપ્યો હતો. મતદાર યાદીમાંથી નામ દૂર કરવામાં આવે ત્યારે તેના કારણો જાહેર કરવાની દિશામાં પણ અદાલતે સૂચના આપી હતી. જોકે, ત્યારબાદ SIRને લઈને ઉઠાવવામાં આવેલા કેટલાક પ્રશ્નોમાં અદાલતનો અભિગમ ચૂંટણી પંચને પ્રક્રિયાત્મક નિર્ણયોમાં વિશાળ સ્વતંત્રતા આપવાનો રહ્યો છે. મે મહિનામાં SIRને પડકારતી અરજીઓ પર ચુકાદો આપતી વખતે અદાલતે સચોટ અને વિશ્વસનીય મતદાર યાદીઓ સુનિશ્ચિત કરવાના ચૂંટણી પંચના બંધારણીય આદેશ પર ભાર મૂક્યો હતો. સાથે જ પંચને તેની પ્રક્રિયા અંગે યોગ્ય નિર્ણય લેવાની છૂટ પણ આપી હતી. અદાલતે ચૂંટણી પંચ નાગરિકતા અંગે મર્યાદિત તપાસ કરી શકે છે એવું પણ અવલોકન કર્યું હતું. સાથે જ સરકારના 'સક્ષમ અધિકારી' દ્વારા નાગરિકતાની ચકાસણી માટેની પૂર્વપ્રક્રિયાને લઈને પણ વ્યવસ્થા સ્વીકારી હતી. હવે વધુ સ્પષ્ટતા જરૂરી હવે ચૂંટણી પંચની અંદરથી જ બે કમિશનરો દ્વારા વારંવાર વાંધા ઉઠાવવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી છે ત્યારે આ પ્રશ્નોને અવગણવા મુશ્કેલ છે. સૌપ્રથમ, 'Form 6'ને તેના મૂળ સ્વરૂપમાં પાછું લાવવાનો પ્રશ્ન છે. ખાસ કરીને એવી જોગવાઈઓ અંગે સ્પષ્ટતા જરૂરી છે, જેના કારણે માતા-પિતાના નામમાં ફેરફાર અથવા નામ રદ થવાની અસર તેમના સંતાનોની મતદાર નોંધણી પર પડી શકે છે. બીજો મહત્વનો મુદ્દો રાજ્યોના ચૂંટણી તંત્રના અધિકારીઓ માટે મતદાર ડેટાબેઝની સુલભતા સાથે જોડાયેલો છે. જવાબદારી અને વિકેન્દ્રીકરણ વચ્ચેનું સંતુલન જાળવવા માટે આ વ્યવસ્થા કેવી રીતે કામ કરે છે, તે અંગે પણ સ્પષ્ટતા જરૂરી છે. મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી કોઈ સામાન્ય સંસ્થાકીય પ્રક્રિયા નથી. તે લોકશાહીનું મૂળ આધારસ્તંભ છે. ચૂંટણીની વિશ્વસનીયતા જ એ કારણ છે કે સ્પર્ધામાં ઉતરેલા પક્ષો નિયમોનું પાલન કરે છે અને હારનાર પક્ષ જનાદેશ સ્વીકારે છે. ચૂંટણી પંચની કામગીરીમાં પારદર્શિતા અને વિશ્વાસ તેથી માત્ર પંચ માટે જ નહીં, પરંતુ સમગ્ર લોકશાહી વ્યવસ્થા માટે જરૂરી છે. પંચની આંતરિક કામગીરી અંગે સામે આવેલી વિગતો પછી જે પ્રશ્નો ઉભા થયા છે, તે હવે સરળતાથી બંધ કરી શકાય તેમ નથી. ચૂંટણી કમિશનર સંધુ અને જોશીએ પોતાના મતભેદો સત્તાવાર રીતે નોંધાવ્યા છે અને મહત્વના પ્રશ્નો ઉઠાવ્યા છે. હવે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે આ પ્રશ્નોના મુદ્દાસર અને સ્પષ્ટ જવાબ આપવા જોઈએ. અને જો આ માટે સર્વોચ્ચ અદાલતના હસ્તક્ષેપ કે નિર્દેશની જરૂર પડે, તો તે પણ વિચારવા યોગ્ય બાબત છે.
Read full article on The Indian Express

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan