Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
lifestyle

શહેર અને જિલ્લામાં ઠેરઠેર ગણેશ વિસર્જન ની ભવ્ય યાત્રા યોજાઈ:અગલે બરસ તું જલ્દી આના ના નારા સાથે દરિયામાં ગણપતિની વાજતે-ગાજતે વિદાય, ભક્તોએ મંગલમૂર્તિ પાસે મંગલ કામનાઓ સાથે બાપ્પાને વિદાય આપી

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 25, 2026 👁 4 views
શહેર અને જિલ્લામાં ઠેરઠેર ગણેશ વિસર્જન ની ભવ્ય યાત્રા યોજાઈ:અગલે બરસ તું જલ્દી આના ના નારા સાથે દરિયામાં ગણપતિની વાજતે-ગાજતે વિદાય, ભક્તોએ મંગલમૂર્તિ પાસે મંગલ કામનાઓ સાથે બાપ્પાને વિદાય આપી
દુધાળા દેવ ગજાનન ગણનાયકની આરાધનાના અગિયાર દિવસના મહાપર્વ ગણેશ મહોત્સવનો આજે સમાપન થયું હતું, અગલે બરસ તું જલ્દી આના ના નારા સાથે વિઘ્નહર્તા દેવની વાજતે-ગાજતે વિદાય આપી હતી, જેમાં ભાવનગર શહેર અને જિલ્લામાં આવેલ ગણેશ મહોત્સવ નો ઠોલ નગારા, શંખનાદ, બેન્ડ બાજા તથા ડીજેના સથવારે ઠેરઠેર અબીલ ગુલાલ ની છોળો વચ્ચે બાપ્પાના ગગનભેદી ના નારા સાથે વિસર્જન યાત્રા યોજાઈ હતી. એક દિવસથી લઈને અગિયાર દિવસના આયોજન દર વર્ષે ભાવનગર શહેર તથા જિલ્લામાં ગણપતિ ઉત્સવના આયોજનોમાં વધારો થઈ રહ્યો છે. લોકો ઘરમાં પણ ગણપતિ ઉત્સવ અંતર્ગત મૂર્તિ સ્થાપના કરી એક દિવસથી લઈને અગિયાર દિવસનું આયોજન કરવામાં આવે છે, જોકે, જાહેરમાં થતાં આયોજનો મોટાભાગે અગિયાર દિવસના યોજવામાં આવે છે. શહેર અને જિલ્લામાં આજે શુક્રવારે ગણપતિ ઉત્સવ અંતર્ગત ગણપતિજીની પ્રતિમાંનું વિસર્જન કરવામાં આવ્યું હતું. અગલે બરસ તું જલ્દી આના ના નારા સાથે વિઘ્નહર્તા દેવની વાજતે-ગાજતે વિદાય આપી હતી, જિલ્લામાં સાર્વજનિક તથા ઘરે મૂર્તિનું સ્થાપન કરનારાઓએ પ્રતિમાનું વિસર્જન કર્યું હતું. જિલ્લાના કોળિયાક તથા ઘોઘાના દરિયા કિનારે ગણપતિની મૂર્તિઓનુ વિસર્જન કરવા ભાવિ ભક્તો ઉમટ્યા હતા. ગણેશ મહોત્સવમાં અનેક ધાર્મિક, સામાજીક કાર્યક્રમો યોજાયા જિલ્લામાં યોજાયેલા વિવિધ ગણપતિ ઉત્સવના આયોજનોમાં ભક્તિ રસની પરંપરાગત હેલી જોવા મળી હતી. આ અગિયાર દિવસમાં પ્રત્યેક દિવસે નાનાં-મોટાં ધાર્મિક, સાંસ્કૃતિક તથા સામાજિક કાર્યક્રમોના આયોજનો કરવામાં આવ્યાં હતાં, જેમાં મહાપૂજાથી લઈને અન્નકૂટ, સત્સંગ, સંતવાણી સાથે બ્લડ ડોનેશન, સર્વરોગ નિદાન તથા સારવાર કેમ્પ વેક્સિનેશન કેમ્પ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. ભાવનગર શહેર તથા જિલ્લામાથી ગણપતિજીની મૂર્તિનું વિસર્જન માટે નિષ્કલંકનો સમુદ્ર તટ માનિતો પોઈંટ છે. આ સ્થળે તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી છે. દુદાળા દેવને આવતા વર્ષે વહેલા પધારવાની વિનવણી સાથે વિદાય આપી આજેરોજ શુક્રવારના રોજ સવારથી સાંજ સુધીમાં આયોજકોએ ઢોલ, નગારા તથા ડીજે સાથે અબિલ, ગુલાલની છોળો વચ્ચે વાજતે-ગાજતે ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવા કોળીયાકના દરિયા કિનારે પહોંચ્યા હતા. મંગલમૂર્તિ પાસે મંગલ કામનાઓ તેમજ અનંત કામનાઓ વચ્ચે દુદાળા દેવને આવતા વર્ષે વહેલા પધારવાની વિનવણી સાથે ભાવ અને ભક્તિ ભેર વિદાય આપી હતી.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan