top
શેખપાટમાં ગેરકાયદે ખનન ઝડપાયું:ખાણ-ખનીજ વિભાગે JCB અને ટ્રક સહિત રૂ. 40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
જામનગર-રાજકોટ હાઇવે પર આવેલા શેખપાટ ગામની સીમમાં ગેરકાયદે ખનન ઝડપાયું છે. ખાણ-ખનીજ વિભાગે દરોડો પાડી લાખો રૂપિયાના વાહનો જપ્ત કર્યા છે. શેખપાટ ગામના સીમ વિસ્તારમાં ગેરકાયદે ખનનની ફરિયાદ મળતાં જ ખાણ-ખનીજ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી. તપાસ દરમિયાન જેસીબી મશીન દ્વારા મોરમ ખનીજનું ખનન કરી ટ્રક મારફતે તેનું ગેરકાયદે વહન થઈ રહ્યું હોવાનું સામે આવ્યું. તંત્ર દ્વારા સ્થળ પરથી 1 ટ્રક અને 1 જેસીબી મશીન સહિત આશરે રૂ. 40 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. જપ્ત કરાયેલા વાહનોને ધુવાવ નજીક આવેલા પંચકોશી 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા છે. આ મામલે આગળની દંડકીય કાર્યવાહી શરૂ કરાઈ છે. આ કામગીરીમાં ભૂસ્તર વિભાગની ટીમમાંથી નિખીલ, આનંદ, નૈતિક અને રજનીકાંત સહિતના અધિકારીઓ જોડાયા હતા. વિભાગની આ કાર્યવાહીથી પંથકના ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
Read full article on Divya Bhaskar