top
SBI ATM ઉપાડ લિમિટ અડધી થઇ, 1 ઓક્ટોબરથી નવા નિયમ લાગુ, જાણો હવે કેટલા ફ્રી ટ્રાન્ઝેક્શન થશે
SBI ATM Free Transaction Limit Rules : એસબીઆઈ (સ્ટે બેંક ઓફ ઈન્ડિયા) 1 ઓક્ટોબર, 2026 થી તેના સેલેરી પેકેજ એકાઉન્ટ ધારકો માટે એટીએમ ટ્રાન્ઝેક્શન સંબંધિત નિયમોમાં મોટા ફેરફારો કરવા જઈ રહી છે. આ ફેરફાર એવા ગ્રાહકો પર લાગુ થશે જે અન્ય બેંકોના એટીએમ અથવા ADWM પર SBI ડેબિટ કાર્ડનો ઉપયોગ કરે છે. નવા નિયમો હેઠળ મફત માસિક ATM ટ્રાન્ઝેક્શનની મર્યાદા ઘટાડવામાં આવી છે. એટલે કે જો ગ્રાહકો નિયત સંખ્યા કરતા વધાતે વખત એટીએમ માંથી પૈસા ઉપાડે છે તો તેને વધારાના ATM ટ્રાન્ઝેક્શન પર ચાર્જ ચૂકવવો પડશે. જાણો SBI ATM ટ્રાન્ઝેક્શનના નવા નિયમો એસબીઆઈ સેલરી પેકેજ એકાઉન્ટ માટે અન્ય બેંકોના એટીએમ પર તમામ સેન્ટર પર ફ્રી માસિક ટ્રાન્ઝેક્શનની સંખ્યા 10 થી ઘટાડીને પાંચ કરવામાં આવશે. તેમા નાણાકીય અને બિન નાણાકીય ટ્રાન્ઝેક્શન બંને શામેલ છે. એટલે જો ગ્રાહક એટીએમમાં બેલેન્સ ચેક કરશે તો પણ તેને ટ્રાન્ઝેક્શન ગણવામાં આવશે. ફ્રી ટ્રાન્ઝેક્શનની લિમિટ પૂરી થયા બાદ ગ્રાહકોએ દરેક રોકડ ઉપાડ પર 23 રૂપિયા જીએસટી અને પ્રત્યેક નોન ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શન પર 11 રૂપિયા સાથે જીએસટી ચૂકવવો પડશે. બાકીના ખાતાઓ માટે નિયમો શું છે? જો તમારી પાસે એસબીઆઈ સેલેરી પેકેજ એકાઉન્ટ નથી અને તમારી પાસે સામાન્ય બચત ખાતું અથવા અન્ય પ્રકારનું એસબીઆઈ એકાઉન્ટ છે, તો તમારા માટે એટીએમના નિયમોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આવા ગ્રાહકોને પહેલાની જેમ અન્ય બેંકોના એટીએમ/ADWM પર દર મહિને 5 મફત ટ્રાન્ઝેક્શન મળવાનું ચાલુ રહેશે. આ મર્યાદામાં નાણાકીય અને બિન નાણાકીય ટ્રાન્ઝેક્શનો શામેલ છે. ફ્રી એટીએમ ટ્રાન્ઝેક્શનની માસિક મર્યાદા પૂર્ણ થયા પછી, પ્રત્યેક એમટીએમ રોકડ ઉપાડ પર 23 રૂપિયા + જીએસટી અને દરેક બિન-નાણાકીય વ્યવહાર પર 11 રૂપિયા + જીએસટી વસૂલવામાં આવશે. આ ચાર્જ 1 ડિસેમ્બર, 2025 થી લાગુ છે. શું સેલરી ખાતાધારકો SBI ATM પર અમર્યાદિત ટ્રાન્ઝેક્શન કરી શકે છે? હા. તમામ સેલેરી પેકેજ એકાઉન્ટ્સ (શૌર્ય ફેમિલી પેન્શન એકાઉન્ટ અને ફેમિલી સેવિંગ્સ એકાઉન્ટ - એસબીઆઈ રિશ્તે સહિત) દરેક જગ્યાએ એસબીઆઈ એટીએમ પર અમર્યાદિત ફ્રી ટ્રાન્ઝેક્શન કરી શકે છે. New Rules : 1 સપ્ટેમ્બરથી બદલાયા આ 7 નિયમ, તમારા ખિસ્સા પર થશે સીધી અસર સપ્ટેમ્બર 2026થી ઘણા નવા નિયમો લાગુ થયા છે અને અમુક નિયમોમાં ફેરફાર થયા છે, જેની સીધી અસર દરેક વ્યક્તિના ખિસ્સા પર થઇ છે. સપ્ટેમ્બર કેલેન્ડર વર્ષનો નવમો મહિનો અને નાણાકીય વર્ષનો છઠ્ઠો મહિનો છે. 1 સપ્ટેમ્બર, 2026થી નાણાકીય અને બિન નાણાકીય સેવાઓ સંબંધિત 7 નિયમો બદલાયા છે. વધુ વાંચો
Read full article on The Indian Express