top
સાઉદીની ઓઈલ પાઈપલાઈન પર ડ્રોન હુમલાનું ઈરાકે શોધી કાઢ્યું લૉન્ચ પેડ, હવે સામે આવશે સમગ્ર નેટવર્ક?
સાઉદી અરેબિયાની ઈસ્ટ-વેસ્ટ ઓઈલ પાઈપલાઈન પર થયેલા ડ્રોન હુમલાની તપાસમાં ઈરાકી સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. ઈરાકે તે સ્થળ શોધી કાઢ્યું છે, જ્યાંથી ડ્રોન ઉડાડી હુમલો કરાયો હતો. સુરક્ષા દળોએ ડ્રોન લૉન્ચ પેડ અને સંબંધિત ઉપકરણો કબજે કર્યા છે. ઈરાકે સ્પષ્ટ કર્યું છે કે, તે પોતાની ધરતીનો ઉપયોગ કોઈ અન્ય દેશ વિરુદ્ધ હુમલા કરવા નહીં દે.
Read full article on Gujaratsamachar