Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

સારંગપુર સર્કલ ભાગતાં કારચાલકને પકડવાનો પ્રયાસ કરતા TRBને ઇજા:જવાન સહિત પોલીસકર્મીઓ CM બંદોબસ્તમાં હાજર હતા, કાર ચાલકે એક્ટિવાને ટક્કર મારતા દંપતી ઇજાગ્રસ્ત

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 21, 2026 👁 1 views
સારંગપુર સર્કલ ભાગતાં કારચાલકને પકડવાનો પ્રયાસ કરતા TRBને ઇજા:જવાન સહિત પોલીસકર્મીઓ CM બંદોબસ્તમાં હાજર હતા, કાર ચાલકે એક્ટિવાને ટક્કર મારતા દંપતી ઇજાગ્રસ્ત
અમદાવાદના સારંગપુર સર્કલ નજીક CM બંદોબસ્તમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનો મોટો કાફલો હાજર હતો, ત્યારે કાગડાપીઠ પોલીસસ્ટેશન તરફથી એક કારચાલક પુરઝડપે કાર હંકારીને આવ્યો હતો અને તેણે એક એક્ટિવાને ટક્કર મારતા દંપતી પટકાયુ હતું. પોલીસે કારચાલકને અટકાવવા જતા તેણે યૂ ટર્ન લઇને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ભાગી રહેલા કારચાલકને પકડવાનો પ્રયાસ કરાતા TRB જવાનને ઇજા પહોંચાડી હતી. અંતે પોલીસે કારચાલકને ઝડપી તેની સામે ગુનો નોંધ્યો છે. સ્વિફ્ટ ચાલકે બેફામ સ્પીડે ગાડી હંકારી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે(19 સપ્ટેમ્બર) સારંગપુર સર્કલથી નીકળવાના હોવાથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હતો. પોલીસ ટ્રાફિક નિયમન કરી રહી હતી ત્યારે કાગડાપીઠ પોલીસ સ્ટેશન તરફથી સ્વિફ્ટ કારનો ચાલક બેફામ સ્પીડે ગાડી હંકારી આવ્યો હતો અને એક્ટિવાને ટક્કર મારી હતી. એક્ટિવા સવાર પ્રેમભાઇ વરજાણી અને તેમના પત્ની વીનાબેન રોડ પર પટકાતા તેમને ઇજાઓ પહોંચી હતી. કારચાલકને પકડવાનો પ્રયાસ કરતા TRBને ઇજા સર્કલ પર હાજર પોલીસે કારને રોકવા જતા કારચાલકે રોંગ સાઇડમાં કાલુપુર ઇનગેટ તરફ યૂટર્ન લીધો હતો અને પરત કાગડાપીઠ પોલીસ સ્ટેશન તરફ જવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે પોલીસ રોકવા જતા ટીઆરબી જવાન મયુરસિંહ પુવારના પગ પર ગાડી ચડાવી દેતા તેમને પણ ઇજાઓ પહોંચી હતી. કારચાલક સામે ગુનો નોંધાયો આખરે પોલીસે પીછો કરીને સ્વીફ્ટ કારચાલક 21 વર્ષીય અયાન કુરેશી (રહે. સુરેન્દ્રનગર)ને ઝડપી લીધો હતો. તેમજ એક સગીર સહિત બે લોકો સવાર હતા. આ અંગે ઇ ડિવિઝન ટ્રાફિક પોલીસે કારચાલક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan