Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

ગરીબોની કસ્તુરી મોંઘીદાટ થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું:મહારાષ્ટ્રમાં વરસાદથી પાક ધોવાયો, સુરતમાં ₹400ના વધારા સાથે ડુંગળીના ભાવ ₹1100ની સપાટીએ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 22, 2026 👁 1 views
ગરીબોની કસ્તુરી મોંઘીદાટ થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું:મહારાષ્ટ્રમાં વરસાદથી પાક ધોવાયો, સુરતમાં ₹400ના વધારા સાથે ડુંગળીના ભાવ ₹1100ની સપાટીએ
રસોડાની રાણી અને ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીએ સામાન્ય નાગરિકોની આંખમાં ફરી પાણી લાવી દીધાં છે. છેલ્લા 15 દિવસથી ડુંગળીના ભાવમાં સતત ભડકો જોવા મળી રહ્યો છે, જેના કારણે ગૃહિણીઓનું માસિક બજેટ સંપૂર્ણપણે વેરવિખેર થઈ ગયું છે. મહારાષ્ટ્રમાં પાક લેવાના સમયે જ પડેલા વરસાદના કારણે ડુંગળીના ઉત્પાદન પર ગંભીર અસર પડી છે. સ્થાનિક બજારોમાં સપ્લાય ખોરવાતાં હોલસેલથી લઈને રિટેલ માર્કેટ સુધી ડુંગળીના ભાવ આસમાને પહોંચી ગયા છે. એક મહિનામાં મણે ₹400નો ઉછાળો, ભાવ ₹1100ને પાર માર્કેટના આંકડા મુજબ, એક મહિના પહેલાં જ્યાં સારી ગુણવત્તાવાળી એક મણ (20 કિલો) ડુંગળી ₹500થી ₹700ના ભાવે વેચાતી હતી, તે જ ડુંગળીનો ભાવ આજે વધીને ₹800થી ₹1100 સુધી પહોંચી ગયો છે. આમ, એક જ મહિનામાં મણે સીધો ₹400 સુધીનો તોતિંગ ઉછાળો નોંધાયો છે. હોલસેલ માર્કેટમાં ભાવ વધતાં તેની સીધી અસર છૂટક બજાર પર પડી રહી છે, જ્યાં ગ્રાહકોને ઊંચા ભાવ ચૂકવવાની ફરજ પડી રહી છે. સુરત APMCમાં આવક 35% ઘટી સમગ્ર ગુજરાતમાં ડુંગળીનો મોટો જથ્થો મહારાષ્ટ્રના નાસિક અને આસપાસના વિસ્તારોમાંથી સપ્લાય થાય છે. જોકે, ત્યાં થયેલા પાક નુકસાનની સીધી અસર સુરત એપીએમસી (APMC) માર્કેટ પર જોવા મળી રહી છે. સામાન્ય દિવસોમાં સુરત માર્કેટમાં રોજેરોજ મહારાષ્ટ્રથી ડુંગળી ભરેલી આશરે 30 જેટલી ગાડીઓ આવતી હતી. તેની સામે હાલ માત્ર 18થી 20 ટ્રકની જ આવક થઈ રહી છે. માગની સરખામણીએ અડધોઅડધ આવક ઘટી જતાં સ્થાનિક વેપારીઓ પણ ચિંતામાં મુકાયા છે. ભાવ સ્થિર થતાં હજુ એક મહિનો લાગશે: વેપારી સ્થાનિક વેપારીઓના જણાવ્યા અનુસાર, હવામાનમાં આવેલા અણધાર્યા પલટા અને ભારે વરસાદથી મહારાષ્ટ્રમાં તૈયાર પાક બગડી ગયો છે. નવી આવક પૂરતા પ્રમાણમાં શરૂ ન થાય ત્યાં સુધી બજારમાં તેજીનો માહોલ યથાવત્ રહેશે. હજુ નવા પાકની પૂર્ણ આવક શરૂ થતાં અને બજારમાં ડુંગળીના ભાવ સામાન્ય કે સ્ટેબલ થતાં ઓછામાં ઓછો એક મહિના જેટલો સમય લાગી શકે છે. ત્યાં સુધી ગ્રાહકોએ મોંઘી ડુંગળી ખરીદવા મજબૂર રહેવું પડશે. સુરતના સરદાર માર્કેટના શાકભાજી તેમજ કાંદા-બટાકાના જથ્થાબંધ વેપારી બાબુભાઈ શેખે જણાવ્યું હતું કે, ડુંગળીના ભાવ વધવા પાછળનું મુખ્ય કારણ વાતાવરણની અનિયમિતતા છે. ખાસ કરીને મહારાષ્ટ્રના ડુંગળી પકવતા વિસ્તારો જેવા કે સટાણા, નાસિક, કળવણ, પિંપલગાંવ, નિઝામપુર અને પુણે જિલ્લાના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે. જ્યારે પાક જમીનમાંથી બહાર કાઢવાનો સમય હતો ત્યારે જ વરસાદ વરસતાં ખેડૂતોના તૈયાર પાકને જમીનમાં જ મોટું નુકસાન પહોંચ્યું છે. સામાન્ય રીતે ખેડૂતો ડુંગળી કાઢીને ચોલમાં સૂકવી બજારમાં લાવતા હોય છે, પરંતુ પાક બગડવાથી માર્કેટમાં આવકમાં મોટો ઘટાડો નોંધાયો છે. તહેવારોના દિવસોમાં ગૃહિણીઓનું બજેટ ન બગડે એવી આશા તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સુરત APMC માર્કેટમાં એક મહિના પહેલાં જે ડુંગળી પ્રતિ 20 કિલો ₹500 થી ₹800ના ભાવે વેચાતી હતી, તેના ભાવ આજે વધીને ₹800 થી ₹1100 સુધી પહોંચી ગયા છે. આ ઉપરાંત હાલ માર્કેટમાં સારી ગુણવત્તાવાળી ડુંગળીની આવક પણ નહીંવત જોવા મળી રહી છે. જોકે, આગામી દિવસોમાં જ્યારે નવી ડુંગળી નીકળશે અને તેને વ્યવસ્થિત સૂકવીને બજારોમાં લાવવામાં આવશે ત્યારે આવક વધતાં ભાવ નિયંત્રણમાં આવશે અને તહેવારોના દિવસોમાં ગૃહિણીઓનું બજેટ સચવાઈ રહેશે તેવી આશા તેમણે વ્યક્ત કરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan