top
સુરતમાં પાંડેસરાના બિરયાની સેન્ટર પર દરોડો:રસોડાના શાકભાજી પર ઉંદરો દોડતા મળી આવ્યા; વાસી ચોખા અને સડેલી શાકભાજી જપ્ત કરાઈ; નિયમભંગ બદલ સંચાલકને ₹10,000 નો દંડ
સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા પાંડેસરા વિસ્તારમાં આવેલા એ વન શાલીમાર બિરયાની સેન્ટર પર ઓચિંતા દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન રસોડામાં અતિશય ગંદકી, સડેલા શાકભાજી અને વાસી અન્નનો જથ્થો મળી આવતાં અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરવા બદલ મનપાએ દૂષિત ખોરાકનો નાશ કરીને સંચાલકને ₹10,000 નો દંડ ફટકાર્યો હતો. પાલિકાની આ કડક કાર્યવાહીથી અસ્વચ્છતા રાખતા વેપારીઓમાં ભારે ફાળ પડી છે. બિરયાની સેન્ટરના રસોડામાંથી અસ્વચ્છતા ઝડપાઈ પાંડેસરામાં આવેલા એ વન શાલીમાર બિરયાની સેન્ટર પર મનપાની ટીમે દરોડો પાડી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ત્યાં અત્યંત ખરાબ અને અસ્વચ્છ વાતાવરણ જોવા મળ્યું હતું. શાકભાજી પર ઉંદરો અને વાસી ખોરાક મળ્યો રસોડામાં રાખેલા શાકભાજીના ઢગલા પર ઉંદરો ખુલ્લેઆમ દોડી રહ્યા હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત સડેલા કાંદા, બગડેલી શાકભાજી અને અગાઉથી ઉકાળી રાખેલા વાસી ચોખા પણ પકડાયા હતા. દૂષિત ખાદ્યસામગ્રીનો સ્થળ પર જ નાશ કરાયો ગ્રાહકોના આરોગ્ય માટે જોખમી એવા વાસી ચોખા, દૂષિત મસાલા અને સડેલા શાકભાજીના જથ્થાનો સ્થળ પર જ કચરાપેટીમાં નિકાલ કરીને નાશ કરવામાં આવ્યો હતો. બેદરકારી દાખવવા બદલ સંચાલકને ₹10,000 નો દંડ ખાદ્ય પદાર્થોની જાળવણીમાં ગંભીર બેદરકારી બદલ 'એ વન શાલીમાર બિરયાની'ના સંચાલકને ₹10,000 નો દંડ ફટકારવામાં આવ્યો હતો. દંડની સાથે કાયદેસરની નોટિસ પણ આપવામાં આવી હતી. સુધારો નહીં થાય તો સીલ કરવાની ચેતવણી ભવિષ્યમાં સ્વચ્છતાના નિયમોનું પાલન નહીં કરાય તો દુકાન સીલ કરવાની કડક સૂચના અપાઈ છે. મનપા દ્વારા અન્ય વેપારીઓ સામે પણ આવી તપાસ ઝુંબેશ તેજ કરવાની ચેતવણી આપવામાં આવી છે.
Read full article on Divya Bhaskar