Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

રખડતા શ્વાનોને લઈને હાઇકોર્ટમાં સૂઓમોટો અરજી પર સુનાવણી:રાજ્યમાં 79,150 જાહેર સંસ્થાઓનું ઈન્સ્પેક્શન, 6478 નોડલ ઓફિસરોની નિમણૂક, રેબિઝ વેક્સિની પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 October 28, 2026 👁 1 views
રખડતા શ્વાનોને લઈને હાઇકોર્ટમાં સૂઓમોટો અરજી પર સુનાવણી:રાજ્યમાં 79,150 જાહેર સંસ્થાઓનું ઈન્સ્પેક્શન, 6478 નોડલ ઓફિસરોની નિમણૂક, રેબિઝ વેક્સિની પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ
ગુજરાત હાઇકોર્ટ દ્વારા સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર રખડું શ્વાનોને લઈને સૂઓ મોટો અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં એનિમલ વેલ્ફેર બોર્ડ, તમામ મહાનગર પાલિકાઓ, કમિશનર ઓફ મ્યુનિસિપાલિટી, NHAI વગેરેને પક્ષકાર બનાવવામાં આવ્યા છે. રાજ્ય અગાઉ સુપ્રીમમાં ત્રણ એફિડેવિટ ફાઇલ કરી ચૂક્યું છે. એક ઓવરઓલ રીપોર્ટ પણ સુપ્રીમ સમક્ષ મૂકવામાં આવશે. 13 જિલ્લામાં ABC સેન્ટર નથી આજની સુનવણીમાં કોર્ટ મિત્રે જણાવ્યું હતું કે, રાજ્યના 34 જિલ્લામાંથી 13 જિલ્લામાં એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટર આવેલા નથી. સરકારની એફિડેવિટ મુજબ નવા 29 એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટર બનાવવા સરકારનો પ્રસ્તાવ છે. જેમાં જે જિલ્લાઓમાં આ વ્યવસ્થા નથી ત્યાં અને 12 જિલ્લામાં એક કરતા વધુ એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટર હશે. 30 વર્ષ ટકી રહે એવા સેન્ટરનું આયોજન સરકારી વકીલે જણાવ્યું હતું કે 30 વર્ષ સુધી ટકી રહે તેવા એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટર બનાવવા સરકાર કામ કરી રહી છે. હા, એફિડેવિટ મુજબ અમુક જિલ્લામાં એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટર નથી, પરંતુ ત્યાં નજીકના જિલ્લામાં પ્રાણીઓને સ્ટરિલાઇઝેશન માટે લઈ જવાય છે. જેમ કે ખેડા અને આણંદના પશુઓને વડોદરા ખાતે લઈ જવાય તે રીતે. સરકારી વકીલે વધુમાં જણાવ્યું હતું કે સુપ્રીમે રખડું શ્વાનોને નાથવા આપેલા નિર્દેશ સંદર્ભે સુપ્રિમમાં દર 04 મહિને રિપોર્ટ જાય છે અને દર 2 મહિને હાઈકોર્ટ સમક્ષ રીપોર્ટ મૂકવાનો રહે છે. રાજ્યની 79,150 સંસ્થાઓમાં શ્વાન નિયંત્રણ માટે 6,478 નોડલ ઓફિસર તહેનાત કોર્ટ મિત્રે જણાવ્યું હતું કે, સંસ્થાઓની પાસે રખડું કૂતરાને નાથવાનું મિકેનિઝમ જોઈએ, ઓથોરિટી એ માત્ર ઇન્સ્પેક્શન કયું તે પૂરતું નથી. સરકારી વકીલે જણાવ્યું હતું કે રાજ્યમાં 79,150 સંસ્થાઓ ઓળખી કઢાઈ છે, જ્યાં રખડું કૂતરાઓ હોય. આવી 7748 અર્બન લોકલ બોડીની સંસ્થાઓ છે. જ્યારે 71,402 રાજ્ય વિભાગોની સંસ્થાઓ છે, જેમાં એજ્યુકેશન, સરકારી કચેરીઓ, હોસ્પિટલ, બસ ડેપો વગેરે સંસ્થાઓનો સમાવેશ થાય છે. આ સંસ્થાઓમાં 6,478 નોડલ ઓફિસરની નિમણૂક, સુપરવિઝન અને સુપ્રીમના નિર્દેશોના અમલ માટે કરવામાં આવી છે. અમદાવાદમાં 1150 સંસ્થાઓ પૈકી 1140 સિક્યોર જાહેર તાજેતરમાં જ આ સંસ્થાઓમાંથી 754 વખત રખડું શ્વાનો દૂર કરવાની કામગીરી કરાઈ છે. 7130 સંસ્થાઓમાં એક પણ રખડું શ્વાન નથી. અમદાવાદ જિલ્લામાં 1150 સંસ્થાઓ આવેલી છે. જેમાં 214 આરોગ્ય સંસ્થાઓ, 792 એજ્યુકેશન સંસ્થાઓ, 13 સંસ્થાઓ જેમાં બસસ્ટેન્ડ, રેલવે, એરપોર્ટનો સમાવેશ થાય છે. જ્યારે 1 કોર્ટ, 43 સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, 87 જાહેર જગ્યાઓ આવેલી છે. કુલ 105 બનાવોમાં સંસ્થામાંથી શ્વાનોને દૂર કરાયા છે. 1140 સિક્યોર સંસ્થાઓ જાહેર કરાઈ છે, 1150 નોડલ ઓફિસર મુકવામા આવ્યા છે. આ નોડલ ઓફિસર લોકલ શ્વાનના ત્રાસ અંગે ઓથોરિટીને ફરિયાદ કરશે. રેબિઝ રસીના જથ્થા અંગે હાઈકોર્ટમાં સ્પષ્ટતા કોર્ટ મિત્રે પૂછ્યું હતું કે રાજ્યમાં રેબિઝ વેક્સિન કેટલી છે ? કેટલી વપરાય છે ? કેટલી જરૂર છે? તેની માહિતી પણ આપવી જોઈએ. જે અંગે સરકારી વકીલે જણાવ્યું હતું કે, અમદાવાદ જેવા શહેરમાં કૂતરા પકડવાની મજબૂત સિસ્ટમ કાર્યરત છે. અહીં રસીની પણ ઓછી જરૂર પડે છે. અસારવા અને સોલા સિવિલ હોસ્પિટલમાં 100 જેટલા યુનિટ પૂરતા છે. રાજ્યના દરેક હેલ્થ સેન્ટરમાં પણ રસીના 2થી 3 યુનિટ હોય જ છે. હડકવાની રસી એસેન્શિયલ ડ્રગ લિસ્ટમાં આવે છે. આ અંગે વધુ સુનાવણી આગામી સમયમાં યોજાશે. જ્યાં એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટરની સ્થિતિ ઉપર ચર્ચા થઈ શકે છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan