Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

RBIની સ્કીમે કમાલ કરી, NRI પાસેથી ભારતમાં આવ્યા $127 અબજ

📰 Sandesh 🕐 1 min read 📅 September 2, 2026 👁 5 views
RBIની સ્કીમે કમાલ કરી, NRI પાસેથી ભારતમાં આવ્યા $127 અબજ
Reserve Bank of India (RBI)ની ખાસ ડોલર-રૂપિયા ફોરેન કરન્સી સ્વેપ સુવિધા હેઠળ ભારતે 127.23 અબજ ડોલરની વિદેશી ચલણની FCNR-B ડિપોઝિટ મેળવી છે. NRI એટલે કે વિદેશમાં રહેતા ભારતીયોએ આ યોજનામાં ખૂબ રસ દાખવ્યો હતો. જેના કારણે આ યોજના નક્કી કરેલા સમય કરતાં એક મહિના પહેલા જ 31 ઓગસ્ટે બંધ કરી દેવામાં આવી હતી. RBIએ 8 જૂન, 2026ના રોજ FCNR(B) ડિપોઝિટ, વિદેશમાંથી વિદેશી ચલણમાં લેવાતી લોન અને એક્સટર્નલ કોમર્શિયલ બોરોઇંગ (ECB) માટે આ ખાસ ડોલર-રૂપિયા સ્વેપ સુવિધા શરૂ કરી હતી. વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા વચ્ચે દેશની બાહ્ય આર્થિક સ્થિતિ મજબૂત બનાવવા અને દેશમાં પૂરતી વિદેશી ચલણની ઉપલબ્ધતા જાળવી રાખવા માટે આ પગલાં લેવામાં આવ્યા હતા. FCNR(B) ડિપોઝિટમાંથી જ આવ્યા $127.226 અબજ RBIના આંકડા પ્રમાણે, આ તમામ પગલાંના કારણે દેશમાં વિદેશી ચલણનો પ્રવાહ ઝડપથી વધ્યો હતો. 31 ઓગસ્ટ સુધીમાં કુલ 136.377 અબજ ડોલરથી વધુ વિદેશી ચલણનો પ્રવાહ દેશમાં આવ્યો હતો. તેમાંથી માત્ર FCNR(B) ડિપોઝિટ દ્વારા 127.226 અબજ ડોલરથી વધુ રકમ આવી હતી. આ આંકડો અસ્થાયી છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે વિદેશમાં રહેતા ભારતીયોએ આ યોજનાને સારો પ્રતિસાદ આપ્યો હતો. FCNR(B) યોજના હેઠળ બેંકોએ વિદેશી ચલણમાં ડિપોઝિટ મેળવવા માટે આકર્ષક વ્યાજ દરોની ઓફર કરી હતી. જેના કારણે NRI તરફથી આ યોજનામાં સારો પ્રતિસાદ મળ્યો. યોજનાને અપેક્ષા કરતાં વધુ સારો પ્રતિસાદ મળતાં RBIએ તેને 30 સપ્ટેમ્બરના બદલે 31 ઓગસ્ટ, 2026ના રોજ જ બંધ કરી દીધી હતી. RBIએ જણાવ્યું કે યોજનાએ નક્કી કરેલા સમય કરતાં વહેલા જ પોતાનો હેતુ પૂર્ણ કરી લીધો હતો. શું છે FCNR(B) ડિપોઝિટ? FCNR(B) એટલે Foreign Currency Non-Resident (Bank) Deposit. આ વિદેશી ચલણમાં રાખવામાં આવતી એક પ્રકારની ફિક્સ્ડ ડિપોઝિટ છે. આ ડિપોઝિટમાં જે ચલણમાં પૈસા જમા કરવામાં આવે છે, તે જ વિદેશી ચલણમાં મૂળ રકમ અને વ્યાજ બંને ચૂકવવામાં આવે છે. એટલે કે ડિપોઝિટ ડોલરમાં હોય તો તેનું પેમેન્ટ પણ ડોલરમાં જ થાય છે. આ યોજનાના અન્ય ભાગોમાં પણ વિદેશી ચલણનો સારો પ્રવાહ જોવા મળ્યો હતો. વિદેશમાંથી વિદેશી ચલણમાં લેવાયેલી લોન દ્વારા 5.26 અબજ ડોલર, જ્યારે એક્સટર્નલ કોમર્શિયલ બોરોઇંગ (ECB) દ્વારા 3.891 અબજ ડોલરનો પ્રવાહ આવ્યો હતો. આ સુવિધા અગાઉ નક્કી કરાયેલા સમય મુજબ 31 ડિસેમ્બર, 2026 સુધી ઉપલબ્ધ રહેશે. આ પણ વાંચો: ખાતામાંથી અચાનક પૈસા કપાયા તો ગભરાશો નહીં, આ રીતે મેળવો પરત
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan