Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

રાજકોટને નવા એરપોર્ટ ડાયરેક્ટર મળશે:ગ્રેડ - 3 માં જોઇન્ટ જનરલ મેનેજરમાંથી ગ્રેડ - 2 માં જનરલ મેનેજરના ઇન્ટરવ્યુમાં દિગંત બોરાહ સિલેક્ટ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 2, 2026 👁 4 views
રાજકોટને નવા એરપોર્ટ ડાયરેક્ટર મળશે:ગ્રેડ - 3 માં જોઇન્ટ જનરલ મેનેજરમાંથી ગ્રેડ - 2 માં જનરલ મેનેજરના ઇન્ટરવ્યુમાં દિગંત બોરાહ સિલેક્ટ
રાજકોટને ટૂંક સમયમાં નવા એરપોર્ટ ડાયરેક્ટર મળશે. હાલ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના ડાયરેક્ટર દિગંત બોરાહને પ્રમોશન મળતા તેની બદલી નિશ્ચિત છે. હાલ તેઓ ગ્રેડ 3 માં આવતા રાજકોટ એરપોર્ટ પર જોઇન્ટ જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતા બોરાહ ઇન્ટરવ્યુ મારફત સિલેક્ટ થતા હવે તેઓ જનરલ મેનેજર તરીકે ગ્રેડ - 2 માં આવતા ફોટા એરપોર્ટ પર ડાયરેક્ટર તરીકે ફરજ બજાવશે. સવા મહિનાથી તેમની બદલીની ચર્ચાઓ થઈ રહી છે પરંતુ હજુ સુધી તેમને ઓર્ડર આપવામાં ન આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટ - અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસે આવેલા હિરાસરમાં સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એરપોર્ટ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા દિગંત બોરાહનો હોદ્દો જોઇન્ટ જનરલ મેનેજર તરીકેનો છે. જોકે તેમને ગત 24 જુલાઈના જનરલ મેનેજર બનવા માટેના ઇન્ટરવ્યૂ આપ્યા હતા. જેમાં દેશભરના ગ્રેડ 3 મા આવતા નાના એરપોર્ટ પરના એરપોર્ટ ડાયરેક્ટર દ્વારા ઇન્ટરવ્યૂ આપવામાં આવ્યા હતા. જેમાં રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના ડાયરેક્ટર દિગંત બોરાહ પસંદગી પામ્યા. તેમનું ગત 24 જુલાઈના જ જનરલ મેનેજર તરીકે પ્રમોશન મળી ચૂક્યું છે. તેમને અહીં 6 વર્ષ થઈ ચૂક્યા છે અને રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ બન્યું તેના તેઓ સાક્ષી રહ્યા છે. જોકે હવે તેમની ગ્રેડ 2 માં આવતા મોટા એરપોર્ટ જેવા કે દિલ્હી, મુંબઈ, બેંગલોર, વારાણસી, અમૃતસર જેવા મોટા એરપોર્ટમાં ડાયરેક્ટર તરીકે ફરજ બજાવશે. જોકે હજુ કયા એરપોર્ટના ડાયરેક્ટર એટલે કે જનરલ મેનેજર તરીકે તેઓ નિયુક્ત થશે તે હજુ સ્પષ્ટ થયું નથી કારણકે કેન્દ્ર સરકાર દ્વારા હજુ તે માટેનો ઓર્ડર આપવામાં આવ્યો નથી.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan