Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

રાજકોટના પારેવડી ચોકમાં આઇશર ટેમ્પોએ અનેક વાહનોને અડફેટે લીધા; 1નું મોત, 3 ઈજાગ્રસ્ત

📰 The Indian Express 🕐 1 min read 📅 September 20, 2026 👁 1 views
રાજકોટના પારેવડી ચોકમાં આઇશર ટેમ્પોએ અનેક વાહનોને અડફેટે લીધા; 1નું મોત, 3 ઈજાગ્રસ્ત
રાજકોટ શહેરના વ્યસ્ત ગણાતા પારેવડી ચોક વિસ્તારમાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. ઓવરબ્રિજ પરથી પૂરપાટ ઝડપે ઉતરી રહેલા એક ડીજે ભરેલા આઇશર ટેમ્પોની બ્રેક ફેલ થઈ જતાં ડ્રાઇવરે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને માર્ગ પરથી પસાર થઈ રહેલા અનેક વાહનોને કચડી નાખ્યા હતા. પારેવડી ચોકમાં આઇશર ટેમ્પોનો અકસ્માત, 1નું મોત Photograph: (સોશિયલ મીડિયા) પારેવડી ચોક પુલ પરથી નીચે ઉતરતા સમયે આઇશર ટેમ્પોએ બે ઓટો રીક્ષા અને બે થી ત્રણ મોટરસાઇકલ (બાઇક) ચાલકોને જોરદાર ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં એક પુરુષનું ઘટનાસ્થળે જ ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે કરુણ મોત નિપજ્યું હતું. રાજકોટનાં પારેવડી ચોકમાં મોટી દુર્ઘટના, આઇશર ટેમ્પો ચાલકે અનેક વાહનોને અડફેટે લીધા, બે રીક્ષા અને બે થી ત્રણ બાઈક ચાલકોને લીધા અડફેટે, એક પુરુષનું ઘટના સ્થળે જ નીપજ્યું મોત, #Rajkot #Gujarat pic.twitter.com/V0ZX39aoIR — IEGujarati (@IeGujarati) September 20, 2026 આ અકસ્માતમાં 3 થી વધુ લોકોને નાની-મોટી ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બનતા જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દુર્ઘટના સર્જ્યા બાદ આઇશર ટેમ્પો ચાલક વાહન મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
Read full article on The Indian Express

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan