crime
રાજકોટમાં સગર્ભા બહેનની છેડતી કરનાર ઓરિસ્સાના યુવકની હત્યા:બે ભાઈએ મિત્ર સાથે મળી ઢીંકા-પાટુ તથા ધોકા માર્યા, ફેન્સીંગ વાયરથી ગળું દબાવી પતાવી દીધો
રાજકોટના સાધુવાસવાણી કુંજ રોડ પર બાંધકામ સાઈટ પર પાછળના ભાગે હત્યા કરાયેલ હાલતમાં ઓરિસ્સાના યુવકની લાશ મળી આવી હતી. જે કેસમાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક યુવક દ્વારા આરોપી અજિત અને પિંજુની સગર્ભા બહેનની હાથ પકડી છેડતી કરી હતી. જેનો ખાર રાખી આરોપી અજિતે તેના ભાઈ પિંજુ અને મિત્ર રાજેશ સાથે મળી દુખીપ્રસાદને ઢીંકા પાટુ તથા પાઇપ વડે માર મારી બાદમાં ફેન્સીંગ તાર વડે ગળું દબાવી હત્યા નિપજાવી હતી અને બનાવને આત્મહત્યામાં ખપાવવા પ્રયાસ કર્યો હતો. યુવતીનો હાથ પકડી લીધો હતો શહેરના રેલનગરમાં સાધુવાસવાણી કુંજ રોડ પર આવેલા શ્રી બંગલોઝ પાસેની નિર્માણધીન સાઇટ પર મજૂરી કામ કરતા દુઃખીશ્યામ બાગે રવિવારે રાત્રે 9 વાગ્યે રૂમમાં રસોઈ બનાવી રહેલી મૂળ એમપીની યુવતીનો હાથ પકડી લીધો હતો. યુવતીએ બૂમાબૂમ કરતા તેના ભાઈઓ પીંજુ કેવનભાઈ ભૂરીયા, અજીત કેવનભાઈ ભૂરીયા અને રાજેશ કૈલાસભાઈ ભૂરીયા દોડી આવ્યા હતા. આ સમયે દુઃખીશ્યામે તેમની સાથે માથાકૂટ કરી ઇંટોના ઘા કરવાનું શરૂ કર્યું હતું. ઢીંકા-પાટુ તથા ધોકા માર્યા, ફેન્સીંગ વાયરથી ગળું દબાવી પતાવી દીધો ઝઘડા બાદ દુઃખીશ્યામ જીવ બચાવવા બીજા માળની છત પર ભાગી ગયો હતો. ત્રણેય આરોપીઓએ તેનો પીછો કરી છત પર જ તેને ઘેરી લીધો હતો. રાજેશે પાવડાના હાથા વડે પડખામાં ઘા મારી દુઃખીશ્યામને નીચે પાડી દીધો હતો અને ત્રણેય જણાએ તેને છાતી તથા પેટના ભાગે આડેધડ પાટા માર્યા હતા. ત્યારબાદ અજીત અને રાજેશે તેને પકડી રાખ્યો હતો અને પીંજુએ સેન્ટિંગના લોખંડના તાર વડે ગળાટૂંપો આપી દીધો હતો. ગંભીર ઇજાઓ અને ગૂંગળામણને કારણે દુઃખીશ્યામનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. લાશની ટીંગાટોળી કરી બીજા માળથી નીચે નવેળાની દીવાલ બહાર ફેંકી દીધી હત્યા કર્યા બાદ ત્રણેય આરોપીઓ નીચે આવી ગયા હતા. મોડી રાત્રે એક વાગ્યાના અરસામાં તેઓ ફરીથી છત પર ગયા હતા અને દુઃખીશ્યામ મૃત્યુ પામ્યો છે તેની ખાતરી કરી હતી. ત્યારબાદ લાશની ટીંગાટોળી કરી બીજા માળથી નીચે નવેળાની દીવાલ બહાર ફેંકી દીધી હતી, જેથી તે અકસ્માતે પડી ગયો હોય કે આત્મહત્યા કરી હોય સ્ટોરી ઉભી કરી શકાય. પોલીસે હત્યા અંગે ગુનો નોંધી મૂળ મધ્યપ્રદેશના વતની અને છેલ્લા 10 વર્ષથી રાજકોટમાં રહી મજૂરી કામ કરતા પીંજુ ભૂરીયા, અજીત ભૂરીયા અને રાજેશ ભૂરીયાની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા અને હત્યા અંગે પુરાવા એકત્ર કરવા તપાસ તજવીજ હાથ ધરી છે. પેટના ભાગે આડેધડ પાટા માર્યા હતા ઉલ્લેખનીય છે કે, આરોપી રાજેશે ધાબા પર પડેલા પાવડાનો લાકડાનો હાથો ઉપાડીને દુ:ખીશ્યામના પડખાના અને શરીરના અન્ય ભાગો પર ઘા માર્યા હતા જેના કારણે દુ:ખીશ્યામ જમીન પર ઢળી પડ્યો હતો. ત્યારબાદ ત્રણેય આરોપીઓએ છાતી અને પેટના ભાગે આડેધડ પાટા મારવાનું ચાલુ રાખ્યું હતું. આટલેથી જ ન અટકતા, ત્યાં સેન્ટિંગના કામ માટે રાખવામાં આવેલો લોખંડનો તાર પડ્યો હતો. આરોપી રાજેશે અને અજીતે દુ:ખીશ્યામને મજબૂતીથી પકડી રાખ્યો હતો, જ્યારે પીંજુએ લોખંડનો તાર લઈને દુ:ખીશ્યામના ગળાની ફરતે વીંટાળી દીધો હતો અને પૂરી તાકાતથી તાર ખેંચીને ગળે ટૂંપો આપી દીધો હતો. ત્રણેય આરોપીઓ ઝડપાયા શ્વાસ રુંધાવાથી અને શરીરે થયેલી ગંભીર ઈજાઓના કારણે દુખીશ્યામનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.હત્યા કર્યા બાદ ત્રણેય આરોપીઓ નીચે આવી ગયા હતા. જોકે, બનાવને છુપાવવા અને પોલીસને ગેરમાર્ગે દોરવાના ઈરાદાથી મોડી રાત્રે આશરે એક વાગ્યા આસપાસ ત્રણેય આરોપીઓ ફરીથી ધાબા પર ગયા હતા ત્યાં પડી રહેલી દુખીશ્યામની લાશને ટીંગાટોળી કરીને ધાબા પરથી નીચે લાવી મકાનની નવેળાની દીવાલની બહાર ફેંકી દીધી હતી, જેથી આ બનાવ અકસ્માતે ઊંચાઈ પરથી પડી જવાથી થયેલો લાગે.
Read full article on Divya Bhaskar