Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

પીપીજી એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલમાં વર્ગ પ્રતિનિધિ ચૂંટણી યોજાઈ:શાળાના આચાર્યએ કહ્યું- વિદ્યાર્થીઓમાં નેતૃત્વ અને જવાબદારીના ગુણો વિકસાવવા પ્રક્રિયા

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 11, 2026 👁 8 views
પીપીજી એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલમાં વર્ગ પ્રતિનિધિ ચૂંટણી યોજાઈ:શાળાના આચાર્યએ કહ્યું- વિદ્યાર્થીઓમાં નેતૃત્વ અને જવાબદારીના ગુણો વિકસાવવા પ્રક્રિયા
પીપીજી એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલમાં ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે વર્ગ પ્રતિનિધિની ચૂંટણી યોજાઈ હતી. વિદ્યાર્થીઓમાં લોકશાહી મૂલ્યો, નેતૃત્વ અને જવાબદારીની ભાવના કેળવવાના ઉદ્દેશ્યથી આ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચૂંટણી પ્રક્રિયા સુવ્યવસ્થિત અને પારદર્શક રીતે હાથ ધરવામાં આવી હતી. દરેક ઉમેદવારે લોકશાહી ઢબે પ્રચાર કર્યો હતો અને શાળાના વિકાસ, સ્વચ્છતા તથા શિસ્ત જાળવવા અંગે પોતાના વિચારો રજૂ કરીને મત માંગ્યા હતા. ઉમેદવારોને ઊગતો સૂર્ય, ટેબલ પંખો, ટ્રેક્ટર જેવા ચૂંટણી ચિહ્નો ફાળવવામાં આવ્યા હતા. પોલિંગ ઓફિસર અને પ્રિસાઇડિંગની હાજરીમાં શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું. મતદાન કર્યા બાદ વિદ્યાર્થીઓની આંગળી પર શાહીનું નિશાન પણ કરવામાં આવ્યું હતું, જેથી તેમને વાસ્તવિક ચૂંટણીનો અનુભવ મળી શકે. આ પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓમાં પોતાના પ્રતિનિધિ પસંદ કરવાનો ઉત્સાહ અને ગર્વ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. મતદાન પૂર્ણ થયા પછી, તમામ ઉમેદવારો અને શિક્ષક નિરીક્ષકોની હાજરીમાં પારદર્શક રીતે મતગણતરી કરવામાં આવી. વિજેતા જાહેર થયેલા વર્ગ પ્રતિનિધિઓ, જનરલ સેક્રેટરી (જી.એસ.) અને લેડી રિપ્રેઝન્ટેટિવ (એલ.આર.) ને શાળા પરિવાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. નવચૂંટાયેલા હોદ્દેદારોએ શાળાના નિયમોનું પાલન કરાવવા, શિસ્ત, સ્વચ્છતા અને વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવાના શપથ લીધા. શાળાના આચાર્ય ડૉ. ઝેડ.એન. સોઢા, સુપરવાઈઝર હર્ષદભાઈ ડામોર, ગમનભાઈ સુથાર અને કોઓર્ડિનેટર યોગેશભાઈ પટેલ સહિત સમગ્ર સ્ટાફે વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા. આ ચૂંટણીનું આયોજન વિપુલભાઈ ચૌધરી અને ડૉ. દાનેશભાઈ મોદીએ ચૂંટણી કન્વીનર તરીકે કર્યું હતું.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan