education
પીએચડી પ્રવેશમાં વેરિફિકેશન માટે અંતિમ તક:23 અને 24 સપ્ટેમ્બર વેરીફિકેશન ચાલશે, 3 ઓક્ટોબરે પ્રવેશ માટે પરીક્ષા લેવાશે; 2,586 વિદ્યાર્થીઓએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું
ગુજરાત યુનિવર્સિટીમાં પીએચડીમાં ફોર્મ ભર્યા પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન ન કરાવ્યું હોય તેવા વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયા માટે અંતિમ તક આપવામાં આવશે. 2,586 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું પીએચડીની પ્રવેશ પ્રક્રિયા શરૂ થયા બાદ કુલ 2,586 લોકોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને ત્યારબાદ જે તે વિભાગમાં ઓફલાઈન વેરિફિકેશન શરૂ કરાયું હતું. વધુ બે દિવસની તક વરસાદ અથવા અન્ય કોઈ કારણસર ઓફલાઈન વેરિફિકેશન ન કરાવી શકનાર વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટી દ્વારા વધુ બે દિવસ પ્રક્રિયા ફરી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. 23 અને 24 તારીખે ચકાસણી જે વિદ્યાર્થીઓનું વેરિફિકેશન બાકી છે તેઓ 23 અને 24 તારીખે સવારે 10:30થી સાંજે 6:00 વાગ્યા સુધી ડોક્યુમેન્ટ ચકાસણી કરાવી શકશે. 3 ઓક્ટોબરે પ્રવેશ પ્રક્રિયા ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થયા બાદ 3 ઓક્ટોબરના રોજ ગુજરાત યુનિવર્સિટી ખાતે પીએચડી માટેની આગળની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ઇન્ચાર્જ કુલપતિની મહત્વની જાહેરાત ઇન્ચાર્જ કુલપતિ ડો. જગદીશ જોશીએ જણાવ્યું કે વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે તંત્રે વહીવટી અને શૈક્ષણિક પ્રક્રિયા માટે સૂચના આપી દીધી છે. રજૂઆતો ધ્યાને લઈ નિર્ણય બીમારી કે ભારે વરસાદ જેવા કારણોસર વેરિફિકેશનથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓની રજૂઆતોને ધ્યાને રાખીને યુનિવર્સિટીએ આ હિતલક્ષી નિર્ણય લીધો છે.
Read full article on Divya Bhaskar