top
પાટણમાં મહિલાઓએ સમૂહમાં કરવાચોથની પૂજા કરી:નાણાવટી સ્કૂલ પાસે ગીતાબેન પ્રજાપતિના આયોજનમાં મહિલાઓએ પતિના લાંબા આયુષ્ય માટે નિર્જળા વ્રત રાખ્યું
આસો વદ ચોથના પાવન અવસરે પાટણ શહેરના સુભાષ ચોક નજીક આવેલી નાણાવટી સ્કૂલ પાસે 200 જેટલી મહિલાઓએ એકત્ર થઈને સમૂહમાં કરવા ચોથના વ્રતનું પૂજન-અર્ચન કર્યું હતું. છેલ્લા ઘણા વર્ષથી ગીતાબેન પ્રજાપતિ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સૌભાગ્યવતી મહિલાઓએ નિર્જળા ઉપવાસ રાખી શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા કરી પતિના લાંબા આયુષ્ય અને અખંડ સૌભાગ્યની કામના કરી હતી. 200જેટલી વ્રતધારી મહિલાઓ ઉપસ્થિત રહી સમગ્ર દેશની સાથે પાટણ શહેરમાં પણ કરવા ચોથના પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે સુભાષ ચોક વિસ્તારમાં નાણાવટી સ્કૂલ નજીક ગીતાબેન પ્રજાપતિ દ્વારા સમૂહ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આસપાસના વિસ્તારોમાંથી આશરે 200જેટલી વ્રતધારી મહિલાઓ ઉપસ્થિત રહી હતી. સૂર્યોદયથી શરૂ થયેલા આ નિર્જળા વ્રતમાં મહિલાઓએ કરવા માતા, ભગવાન શિવ, ગણેશજી અને કાર્તિકેયનું વિધિવત પૂજન કર્યું હતું અને વ્રત કથાનું શ્રવણ કર્યું હત આ વ્રત દરમિયાન મહિલાઓ આખો દિવસ અન્ન-જળ ત્યાગીને રાત્રે ચંદ્ર દર્શન બાદ જ ઉપવાસ પૂર્ણ કરે છે. સમૂહ પૂજન બાદ મહિલાઓ રાત્રે આકાશમાં ચંદ્ર ઉદિત થયા પછી ચાળણીમાંથી ચંદ્ર દર્શન કરી અર્ધ્ય અર્પણ કરશે અને ત્યારબાદ પતિના હસ્તે જળ ગ્રહણ કરીને પોતાના વ્રતના પારણા કરશે. પાટણમાં છેલ્લા ઘણા વર્ષથી સતત યોજાતા આ સમૂહ પૂજન કાર્યક્રમમાં સ્થાનિક પરિવારોની મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો
Read full article on Divya Bhaskar