crime
ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતા ટંકારાના યુવાનના ખાતામાંથી 4.42 લાખ ઉપડી ગયા:કુરિયર કંપનીના ગુગલમાંથી મળેલા કસ્ટમર કેર નંબર પર 5 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરતા છેતરપિંડી
ટંકારાના લજાઈ ગામમાં રહેતા પરસોતમભાઈ વશરામભાઈ મકવાણા (46) સાથે ઓનલાઈન છેતરપિંડી થઈ છે. તેમણે ગાંધીધામથી DTDC કુરિયર દ્વારા મંગાવેલ UPSની ડિલિવરી ન મળતા, ગુગલ પરથી કુરિયરનો કસ્ટમર કેર નંબર શોધ્યો હતો. આ નંબર પર વાત કરતા, આરોપીએ આપેલી લિંકમાં પરસોતમભાઈએ પોતાનું સરનામું અને પિનકોડ સબમિટ કર્યા. માત્ર 5 રૂપિયાનું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતા જ તેમના એક્સિસ બેંક ખાતામાંથી 4,42,005 રૂપિયા ફેડરલ બેંકના ખાતામાં RTGS અને IMPS દ્વારા ટ્રાન્સફર થઈ ગયા. આ મામલે પરસોતમભાઈએ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે.
Read full article on Divya Bhaskar