top
નવસારી ભાજપે કોંગ્રેસના SIR મુદ્દેના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા:પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણી પ્રક્રિયા પર ઉઠાવાયેલા સવાલોને નકાર્યા
નવસારી જિલ્લા ભાજપે કોંગ્રેસના ચૂંટણી પ્રક્રિયા અને SIR મુદ્દેના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા. આ માટે જિલ્લા ભાજપે પત્રકાર પરિષદ યોજી હતી. નવસારી મેયર અશોકભાઈ ધોરાજિયાએ કોંગ્રેસના તમામ આરોપોને ખોટા ગણાવ્યા. મેયર ધોરાજિયાએ કહ્યું કે, SIR અને ચૂંટણી પંચની કામગીરી સામે ગેરસમજ ઊભી કરાઈ રહી છે. મુખ્ય ચૂંટણી કમિશનર સહિત ત્રણેય કમિશનરોએ પ્રેસ રિલીઝ બહાર પાડી સ્પષ્ટતા કરી કે તમામ નિર્ણયો સર્વસંમતિથી લેવાયા છે. કમિશનરો વચ્ચે મતભેદના દાવાઓ ખોટા છે. ભાજપના આગેવાનોએ સ્પષ્ટ કર્યું કે, SIR પ્રક્રિયા દરમિયાન મતદાર યાદીમાં નામ ઉમેરવા માટેના Form-6 ના મૂળ સ્વરૂપમાં કોઈ ફેરફાર નથી. ચૂંટણી પંચે આ ફોર્મ સાથેના ડિક્લેરેશન અંગે પારદર્શક વ્યવસ્થા ગોઠવી છે. જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ, મહામંત્રી જિગર દેસાઈ, શાંતિલાલ પટેલ અને ડૉ. લોચન શાસ્ત્રી હાજર હતા. ભાજપે કહ્યું કે, EVM અને ચૂંટણી પંચ જેવી સંસ્થાઓ પર શંકા કરવી એ વિપક્ષની આદત છે. જનતાએ સત્તાવાર તથ્યો પર વિશ્વાસ મૂકવો જોઈએ.
Read full article on Divya Bhaskar