Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

નાના વરાછામાં NRIના બંધ બંગલાની ગ્રીલમાં ફસાયો ચોર, લોકોએ ચખાડ્યો મેથીપાક, વાયરલ વીડિયો બાદ પોલીસ દોડતી થઈ

📰 The Indian Express 🕐 1 min read 📅 September 14, 2026 👁 2 views
નાના વરાછામાં NRIના બંધ બંગલાની ગ્રીલમાં ફસાયો ચોર, લોકોએ ચખાડ્યો મેથીપાક, વાયરલ વીડિયો બાદ પોલીસ દોડતી થઈ
સુરત શહેરના નાના વરાછા વિસ્તારમાં આવેલી રાજારામ નગર સોસાયટીમાંથી એક ચોંકાવનારો અને અજીબોગરીબ બનાવ સામે આવ્યો છે. અહીં એક NRIના બંધ બંગલાને નિશાન બનાવી ચોરી કરવાનો પ્રયાસ કરી રહેલો તસ્કર મકાનની સ્ટીલની ગ્રીલમાં ખરાબ રીતે ફસાઈ ગયો હતો. બંગલાની સ્ટીલની જાળીમાંથી અંદર ઘૂસવાનો પ્રયાસ કરતી વખતે અજાણ્યો યુવક ગ્રીલના સળિયા વચ્ચે ફસાઈ જતાં બહાર નીકળી શક્યો નહોતો. સવારે સ્થાનિક રહીશોનું ધ્યાન જતાં લોકો એકઠા થઈ ગયા હતા. ઉશ્કેરાયેલા લોકોએ ફસાયેલા ચોરને લાકડી અને દંડા વડે માર માર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સ્થાનિક લોકોએ પોતાના મોબાઈલમાં કેદ કરી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. નાના વરાછામાં NRIના બંધ બંગલાની ગ્રીલમાં ફસાયો ચોર, લોકોએ ચખાડ્યો મેથીપાક, વાયરલ વીડિયો બાદ પોલીસ દોડતી થઈ #Surat #Gujarat pic.twitter.com/1gnLWIZUdz — IEGujarati (@IeGujarati) September 14, 2026 સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં જ કાપોદ્રા પોલીસ હરકતમાં આવી હતી અને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ઘટના આશરે 10 દિવસ જૂની છે. તે સમયે સ્થાનિક લોકો કે મકાનમાલિક દ્વારા પોલીસને કોઈ સત્તાવાર જાણ કરવામાં આવી નહોતી. આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદનો કહેર! આ જિલ્લાઓમાં રેડ એલર્ટ, 38 જળાશયો હાઈ એલર્ટ પર, SDRF અને NDRF તૈનાત જોકે અમેરિકા સ્થિત ઘરમાલિક સાથે સંપર્ક કરવામાં આવતાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે ઘરમાં કોઈ કિંમતી સામાન નહોતો અને કોઈ પણ પ્રકારની ચોરી થઈ નથી. હાલમાં કાપોદ્રા પોલીસે વાયરલ વીડિયોના આધારે કાયદાકીય તપાસ આગળ ધપાવી છે અને કાયદો હાથમાં લેનારા લોકો સામે પણ તપાસ હાથ ધરી છે.
Read full article on The Indian Express

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan