top
નરહરિ અમીનને શૈક્ષણિક હેતુ માટે પ્લોટ ફાળવવાની દરખાસ્ત પરત:મૂલ્યાંકન કમિટી સમક્ષ મૂકાશે, AMC જાહેર હરાજીથી ફાળવશે
અમદાવાદના એસજી હાઇવે પર ભાજપના રાજ્યસભાના પૂર્વ સાંસદ નરહરિ અમીનના જન સહાયક ટ્રસ્ટ-હીરામણિ સ્કૂલ દ્વારા AMCના પાર્કિંગ હેતુના પ્લોટને હેતુફેર કરી શૈક્ષણિક હેતુ માટે ફાળવવા અંગેની રજૂઆત કરવામાં આવી છે. AMC પ્લોટ હીરામણિ કેમ્પસ વિસ્તારમાં આવેલો છે અને વર્ષોથી પ્લોટ પાર્કિંગ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. સૂત્રો મુજબ આ પ્લોટની બજાર કિંમત 65 કરોડથી વધારે થાય છે ત્યારે આ પ્લોટની ભાજપના પૂર્વ સાંસદ દ્વારા માંગણી કરવામાં આવી છે. જો પ્લોટનો હેતુફેર કરવામાં આવે અને શૈક્ષણિક હેતુ માટે ફાળવવામાં આવે તો 50 ટકામાં ફાળવવામાં આવે જેથી તેમને જે હાલમાં પ્લોટની કિંમત છે તેના કરતાં ઓછી કિંમત ટ્રસ્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ચૂકવવી પડે. ભાજપના પૂર્વ સાંસદે શૈક્ષણિક હેતુ માટે માંગણી કરી છે ત્યારે પ્લોટને ફાળવવા અંગેની દરખાસ્તને મંજૂરી આપવામાં આવશે તો કોર્પોરેશનને 50 ટકા રકમનું નુકસાન જાય તેવી શક્યતા છે. દરખાસ્ત પરત ખેંચી, આગામી દિવસોમાં નિર્ણય લેવાશે: TP ચેરમેન ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીના ચેરમેન ભાગ્યેશ પટેલે જણાવ્યું હતું કે છારોડી-ઓગણજમાં જન સહાયક ટ્રસ્ટ હીરામણિ સ્કૂલ દ્વારા 2608 ચોરસ મીટરના કોર્પોરેશનના પ્લોટને હેતુફેર કરી શૈક્ષણિક હેતુ માટે જાહેર હરાજીથી નિકાલ કરવા અંગે જે દરખાસ્ત મુકવામાં આવી હતી તેને હાલમાં પરત ખેંચી લેવામાં આવી છે. આ મામલે હવે યોગ્ય નિર્ણય આગામી દિવસોમાં કરવામાં આવશે. 2608 ચો. મીનો સામાજિક માળખાકીય સુવિધા અંગેનો પાર્કિંગ હેતુનો પ્લોટ કોર્પોરેશનને મળ્યો એસજી હાઇવે પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કપાતમાં ભાજપના પૂર્વ સાંસદ નરહરિ અમીનની હીરામણી સ્કૂલના કેમ્પસમાં પ્લોટ મળ્યો હતો. 2608 ચોરસ મીટર જેટલો સામાજિક માળખાકીય સુવિધા અંગેનો પાર્કિંગ હેતુનો પ્લોટ કોર્પોરેશનને મળ્યો હતો. જે ભાજપના પૂર્વ સાંસદ દ્વારા કોર્પોરેશનમાં 2.44 લાખ રૂપિયા વાર્ષિક ભાડું ભરી ભાડે લેવામાં આવ્યો છે. વિવાદ થતા દરખાસ્ત પરત આ પ્લોટને પાર્કિંગ હેતુમાંથી શૈક્ષણિક હેતુ માટે હેતુફેર કરી ફાળવવા માટે ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીમાં ભાજપના જ કોર્પોરેટરો દ્વારા દરખાસ્ત મુકવામાં આવી હતી. જેમાં હેતુફેર કરી અને જો શૈક્ષણિક હેતુ માટે આ પ્લોટ આપવામાં આવે તો 50 ટકા લેખે જ કોર્પોરેશનને પૈસા ચૂકવવાના હોય ત્યારે હવે આ સમગ્ર મામલે વિવાદ થયા બાદ ટાઉન પ્લાનિંગ કમિટીમાં આ દરખાસ્તને પરત કરવામાં આવી છે. હાલમાં જન સહાયક ટ્રસ્ટ દ્વારા પ્લોટને વાર્ષિક ભાડા પર લેવામાં આવ્યો છે તે યથાવત રહેશે. જાહેર હરાજીથી નિકાલ કરવા અંગેનું નિર્ણય આગામી સમયમાં લેવામાં આવશે. આ પણ વાંચો: પૂર્વ ક્રિકેટર-MP યુસુફે દીદીની 'મમતા' છોડતા 15 કરોડનો ફાયદો, 10.52 કરોડનો પ્લોટ ફ્રી ને 478 મીટરની અન્ય જગ્યામાં 4.48 કરોડનું ડિસ્કાઉન્ટ
Read full article on Divya Bhaskar