Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

ગાંધીનગર ફાયરબ્રિગેડના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર લાંચ લેતા ઝડપાયા:NOC રિન્યૂઅલ માટે રૂ. 20 હજારની માગણી કરી'તી, રાજ્યમાં 5 વર્ષમાં સાતમો ફાયર અધિકારી ACBની ઝપટે ચડ્યો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 16, 2026 👁 2 views
ગાંધીનગર ફાયરબ્રિગેડના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર લાંચ લેતા ઝડપાયા:NOC રિન્યૂઅલ માટે રૂ. 20 હજારની માગણી કરી'તી, રાજ્યમાં 5 વર્ષમાં સાતમો ફાયર અધિકારી ACBની ઝપટે ચડ્યો
આજે ગાંધીનગર ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ ચીફ ઑફિસર રાજેશ પટેલ ફાયર NOC રિન્યુ કરી આપવાના બદલામાં 20 હજારની લાંચ લેતા ACBના છટકામાં રંગેહાથ ઝડપાઈ જતાં ચકચાર મચી છે. ઉલ્લેખનીય છેકે વર્ષ 2022 માં પણ ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસના ઇન્ચાર્જ ડેપ્યુટી ડાયરેક્ટર મહેશ રવિદાન મોડ પાંચ લાખની લાંચ લેતા ઝડપાયા હતા. મળતી વિગતો અનુસાર, ભરૂચ એસીબીની ટીમે આજે ગાંધીનગર ખાતે એક સફળ છટકું ગોઠવીને આ ભ્રષ્ટ અધિકારીને ઝડપી પાડ્યો હતો. ફાયર સેફ્ટીની મંજૂરીઓ અને સર્ટિફિકેટ આપવામાં લાંબા સમયથી ચાલતી લાંચ-રૂશ્વતની પ્રથાનો આ વધુ એક જીવંત પુરાવો સામે આવ્યો છે.ગાંધીનગર ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ ચીફ ઑફિસર રાજેશ પટેલ ફાયર એન.ઓ.સી. રિન્યુ કરી આપવાના બદલામાં લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરોના છટકામાં રંગેહાથ ઝડપાઈ ગયા છે. ફાયર બ્રિગેડના અંદરના વર્તુળોમાં ચાલતા ગણગણાટ મુજબ આ કેસમાં પણ એક મોટો સંયોગ સામે આવ્યો છે. ચર્ચા છે કે વર્ષ 2022માં જે જાગૃત ફરિયાદીએ ભ્રષ્ટ અધિકારી મહેશ મોડને એસીબીની ઝાળમાં ફસાવ્યા હતા.સંભવતઃ તે જ ફરીયાદીએ આ વખતે ઇન્ચાર્જ ચીફ ફાયર ઑફિસર રાજેશ પટેલને પણ કાયદાના સકંજામાં ઊભા કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ઉલ્લેખનીય છેકે,એન્ટી કરપ્શન બ્યુરોએ વર્ષ 2022 માં એક હાઇ-પ્રોફાઇલ ટ્રેપ સફળ બનાવી હતી. ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે આવેલી રેવા-બિલ્ડીંગ તથા રાયસણ ખાતે આવેલી અંતરીક્ષ બિલ્ડીંગમાં ફાયર સેફ્ટીનું કામકાજ કરવા માટે પ્લાન મંજૂર કરવા અને પ્રી-એન.ઓ.સી મેળવવા અર્થે કરવામાં આવેલી અરજીના બદલામાં ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસના ઇન્ચાર્જ ડેપ્યુટી ડાયરેક્ટર એવા રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા મહેશ રવિદાન મોડ પણ એસીબીના હાથે આબાદ રીતે ઝડપાઈ ગયા હતા. ત્યારે પાટનગરમાં બનેલી આજની ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે સામાન્ય નાગરિકો કે વેપારીઓ પોતાના ધંધાકીય કે રહેણાંક એકમો માટે ફાયર સેફ્ટી એનઓસી મેળવવા કે રિન્યુ કરવા માટે કેવી માનસિક અને આર્થિક યાતનામાંથી પસાર થવું પડે છે. કાયદાનું પાલન કરાવવાની જવાબદારી ધરાવતા અધિકારીઓ જ જ્યારે લાંચના શોર્ટકટ અપનાવતા હોય, ત્યારે પાટનગરના સુરક્ષા તંત્રની નૈતિકતા સામે ગંભીર પ્રશ્નાર્થ ચિન્હો ઉભા થયા છે. હાલ તો એસીબી દ્વારા આ મામલે હજી સુધી સત્તાવાર રીતે વધુ વિગતો જાહેર કરાઈ નથી. પરંતુ આ ભ્રષ્ટાચારના નેટવર્કમાં સંડોવાયેલા અન્ય અધિકારીઓ કે વચેટિયાઓ પર પણ તપાસની તલવાર લટકી રહી હોવાનું સંભળાઈ રહ્યું છે. આ અંગે આધાર ભૂત સૂત્રોએ કહ્યું કે,આ કેસના ફરિયાદી એક જાગૃત નાગરિક છે, જેમણે પોતાના અથવા સંબંધિત દસ્તાવેજો માટે ફાયર સેફ્ટી રિન્યુઅલ એન.ઓ.સી. મેળવવાની હતી. આ કામગીરી અર્થે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ વિભાગમાં ફરજ બજાવતા અને ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર (વર્ગ-1) તરીકેનો વધારાનો ચાર્જ સંભાળતા રાજેશકુમાર બાબુલાલ પટેલે ફરિયાદી પાસે રૂ. 20 હજાર લાંચની માંગણી કરી હતી. ​ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હતા અને તેમણે ભરૂચ એ.સી.બી. પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધીને વિધિવત ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીની અરજીના આધારે એસીબીની ટીમે લાંચના છટકાનું આયોજન કર્યું હતું. ​આ આયોજન મુજબ, આજે સેક્ટર- 17સ્થિત ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસની કચેરીમાં આવેલી ચીફ ફાયર ઓફિસરની ચેમ્બરમાં જ લાંચની રકમનું લેવડ-દેવડ નક્કી થયું હતું આક્ષેપિત રાજેશકુમાર બાબુલાલ પટેલે ફરિયાદી પાસેથી રૂ. 20 હજારની લાંચની રકમ પોતાની ચેમ્બરમાં સ્વીકારી હતી. તે જ ક્ષણે છૂપાઈને બેઠેલી એસીબીની ટીમે રેડ પાડીને આક્ષેપિતને રૂ. લાંચની રકમ સાથે સ્થળ પર જ ઝડપી લીધા હતા.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan