Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

નખત્રાણામાં ટ્રકમાંથી 48 લાખથી વધુનો દારૂ પકડાયો:કુલ 58.37 લાખનો મુદ્દામાલ જપ્ત, એક આરોપી પકડાયો, અન્યની શોધખોળ ચાલુ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 22, 2026 👁 1 views
નખત્રાણામાં ટ્રકમાંથી 48 લાખથી વધુનો દારૂ પકડાયો:કુલ 58.37 લાખનો મુદ્દામાલ જપ્ત, એક આરોપી પકડાયો, અન્યની શોધખોળ ચાલુ
પશ્ચિમ કચ્છ-ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ નખત્રાણા તાલુકાના વડવા કાયા ગામ પાસેથી એક ટ્રકમાંથી મોટા પ્રમાણમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો પકડ્યો છે. પોલીસે આ કાર્યવાહીમાં કુલ 58.37 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં એક આરોપીની ધરપકડ થઈ છે, જ્યારે અન્ય સામેલ લોકોની શોધખોળ ચાલી રહી છે. LCB ને મળેલી ગુપ્ત માહિતીના આધારે, પોલીસ ટીમે નખત્રાણા પોલીસ સ્ટેશનથી મંગવાણા ગામ થઈ ગઢશીશા તરફ જતા રસ્તા પર નજર રાખી હતી. વડવા કાયા ગામ પાસે શંકાસ્પદ હિલચાલ દેખાતા પોલીસે તપાસ શરૂ કરી. પોલીસે ટાટા ટ્રક નંબર GJ-18-AX-6186 ને રોકીને તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 7,740 બોટલો મળી. તેની કિંમત 38,52,768 રૂપિયા છે. આ સિવાય, 7,680 બીયરના ટીન પણ મળ્યા, જેની કિંમત 9,60,000 રૂપિયા અંદાજવામાં આવી છે. દારૂ અને બીયરના જથ્થા ઉપરાંત, પોલીસે 10 લાખ રૂપિયાનો ટ્રક, 20 હજાર રૂપિયાની મોટરસાઇકલ અને 5 હજાર રૂપિયાનો મોબાઇલ ફોન પણ જપ્ત કર્યો. આમ, કુલ 58,37,768 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો. આ કાર્યવાહીમાં રાજસ્થાનના બાડમેર જિલ્લાના રામસર તાલુકાના ગાગરીયા ગામના સતારખાન રમજાનખાન પઠાણ નામના વ્યક્તિને પકડવામાં આવ્યો. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે તે પંજાબથી દારૂનો જથ્થો ભરીને ગુજરાત તરફ આવ્યો હતો. તેણે પંજાબથી પટીયાલા, લુધિયાણા બાયપાસ, ભટીંડા, થરાદ, ડીસા, પાલનપુર, મહેસાણા, અમદાવાદ, સાણંદ, હળવદ, માળીયા, સામખીયાળી, અંજાર અને ભુજ થઈ નખત્રાણા વિસ્તાર સુધીનો રસ્તો લીધો હતો. પોલીસના કહેવા મુજબ, નખત્રાણા વિસ્તારમાં દારૂનો જથ્થો પહોંચાડવાની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે આરોપીની ધરપકડ કરાઈ. આ કેસમાં જીતુભા મંગળસિંહ સોઢા સહિત અન્ય લોકો પણ સામેલ હોવાનું સામે આવ્યું છે, જેમની ધરપકડ માટે તપાસ ચાલી રહી છે. LCB એ નખત્રાણા પોલીસ સ્ટેશનમાં ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. મકવાણાની આગેવાની હેઠળ કરવામાં આવી હતી.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan