Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

પાણીપુરીની લારીઓમાંથી મળ્યા સડેલા બટાકા:રાધનપુરમાં ખાદ્ય સામગ્રીની તપાસ, કૃત્રિમ રંગો, સરકારી મીઠું-ચણા મળ્યા; મીઠાઈની દુકાનોમાં વોશિંગ સોડા મળ્યો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 October 29, 2026 👁 1 views
પાણીપુરીની લારીઓમાંથી મળ્યા સડેલા બટાકા:રાધનપુરમાં ખાદ્ય સામગ્રીની તપાસ, કૃત્રિમ રંગો, સરકારી મીઠું-ચણા મળ્યા; મીઠાઈની દુકાનોમાં વોશિંગ સોડા મળ્યો
રાધનપુરમાં દૂષિત ખાદ્ય પદાર્થોના સેવનથી નાગરિકોની તબિયત લથડ્યાના અહેવાલો બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ સ્થાનિક નગરપાલિકા દ્વારા સંયુક્ત દરોડા પાડવામાં આવ્યા હતા. આ તપાસ દરમિયાન પાણીપુરીની લારીઓમાંથી સડેલા બટાકા, કેમિકલયુક્ત રંગો અને સરકારી અનાજનો જથ્થો તેમજ મીઠાઈની દુકાનોમાંથી કપડાં ધોવાના સોડા મળી આવ્યા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. શહેરમાં તાજેતરમાં ભેળ તેમજ પાણીપુરી આરોગ્યા બાદ કેટલાક સ્થાનિક રહીશોની તબિયત બગડવાના કિસ્સા સામે આવ્યા હતા. આ ઘટનાઓને પગલે મીડિયામાં અહેવાલો પ્રસારિત થતાં વહીવટી તંત્ર સક્રિય બન્યું હતું. ફૂડ વિભાગ અને નગરપાલિકાની સંયુક્ત ટીમે રાધનપુરના વિવિધ વિસ્તારોમાં આવેલી પાણીપુરી, પકોડીની લારીઓ અને મીઠાઈ-ફરસાણની દુકાનો પર સઘન તપાસ હાથ ધરી હતી. ટીમ દ્વારા સ્થળ પર ઉપલબ્ધ ખાદ્ય સામગ્રીની ગુણવત્તા અને બનાવટમાં વપરાતા ઘટકોની ચકાસણી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પાણીપુરીના એકમોમાંથી મોટા પ્રમાણમાં સડેલા બટાકાનો જથ્થો મળી આવ્યો હતો, જેનો ઉપયોગ મસાલો બનાવવામાં થઈ રહ્યો હતો. આ ઉપરાંત પાણીપુરીના તીખા અને મીઠા પાણીમાં આકર્ષક રંગ લાવવા માટે ઉપયોગમાં લેવાતા બિનઆરોગ્યપ્રદ કૃત્રિમ રંગો અને પદાર્થો પણ સ્થળ પરથી મળી આવ્યા હતા. કેટલીક મીઠાઈની પેઢીઓ પર હાથ ધરાયેલી તપાસમાં કપડાં ધોવા માટે વપરાતા વોશિંગ સોડા મળી આવ્યા હોવાનું સામે આવ્યું હતું, જેને લઈને આરોગ્ય સુરક્ષાના માપદંડો સામે તપાસ કેન્દ્રિત કરવામાં આવી છે. આ સંયુક્ત દરોડા દરમિયાન પકોડી બનાવવાના એકમોમાંથી જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) હેઠળ વિતરણ થતું સરકારી પુરવઠા માર્કાવાળું મીઠું અને ચણા મળી આવ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં આ જથ્થો સસ્તા અનાજની દુકાનોમાંથી મેળવવામાં આવ્યો હોવાની બાબતો ચર્ચામાં આવી છે. આ જથ્થો ગેરકાયદેસર રીતે વ્યાપારી હેતુ માટે ડાયવર્ટ કરવામાં આવ્યો છે કે કેમ તે દિશામાં પુરવઠા વિભાગ દ્વારા તપાસ હાથ ધરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તંત્ર દ્વારા શહેરમાં શરૂ કરાયેલી અચાનક તપાસની જાણ થતાં જ અનેક વેપારીઓએ પોતાના એકમો અને લારી-ગલ્લાં બંધ કરીને પલાયન થઈ ગયા હતા. તહેવારોની સિઝનમાં ખાદ્ય પદાર્થોની વધતી માંગ વચ્ચે હાથ ધરાયેલી આ કામગીરી દરમિયાન શંકાસ્પદ જથ્થાના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ નમૂનાઓને લેબોરેટરી પરીક્ષણ અર્થે મોકલવા અને નિયમોનું ઉલ્લંઘન કરનારા એકમો સામે દંડ તથા લાયસન્સ રદ્દીકરણ સહિતની કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan