education
સુરત પાલિકામાં ફરી શિક્ષણ બહારના અધિકારીને શાસનાધિકારીનો ચાર્જ, મેહુલ પટેલને જવાબદારી
સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડમાં શાસનાધિકારીનું પદ ફરી એક વખત ઇનચાર્જ વ્યવસ્થા હેઠળ આવ્યું છે. પાલિકાના ઇનચાર્જ શાસનાધિકારી તથા સુમન હાઈસ્કૂલના વડા ધર્મેશ પટેલના અવસાન બાદ આ જગ્યા ખાલી પડી હતી. હવે પાલિકાએ સેન્ટ્રલ ઓફિસના એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર મેહુલ પટેલને ઇનચાર્જ શાસનાધિકારી તરીકેની જવાબદારી સોંપી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા આ અંગે વહીવટી હુકમ કરવામાં આવ્યો છે. [...]
Read full article on Gujaratmitra