Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

નખત્રાણામાં ‘સેવા સેતુ’થી લોકોને સરકારી યોજનાનો લાભ મળ્યો:ઘરઆંગણે યોજનાઓનો લાભ લેવા મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉમટ્યા

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 24, 2026 👁 2 views
નખત્રાણામાં ‘સેવા સેતુ’થી લોકોને સરકારી યોજનાનો લાભ મળ્યો:ઘરઆંગણે યોજનાઓનો લાભ લેવા મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉમટ્યા
નખત્રાણામાં વેપારી મંડળ હોલ ખાતે નગરપાલિકાના સહયોગથી ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો હેતુ લોકોને સરકારી યોજનાઓનો લાભ ઘરઆંગણે આપવાનો હતો. જેથી તેમને તાલુકા કે જિલ્લાની ઓફિસોના ચક્કર ન લગાવવા પડે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં નખત્રાણા વિસ્તારના લાભાર્થીઓને સરકારી યોજનાઓની માહિતી અપાઈ હતી. જે લોકો હજુ સુધી યોજનાનો લાભ લઈ શક્યા ન હતા, તેમને જરૂરી પ્રક્રિયા સમજાવી હતી. સ્થળ પર જ અરજીઓ અને ફોર્મ ભરવાની કામગીરી પણ કરાઈ હતી. ઘણા લોકોએ યોજનાઓની જાણકારી મેળવી તેનો લાભ લેવા માટે કાર્યવાહી પૂરી કરી. આ પ્રસંગે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કહ્યું કે, સરકારનો મુખ્ય હેતુ સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ સમાજના છેવાડાના માણસ સુધી પહોંચાડવાનો છે. દૂરના અને છેવાડાના વિસ્તારોમાં રહેતા લોકોને પણ સરકારી યોજનાઓની માહિતી અને તેનો લાભ સરળતાથી મળે. આ માટે ‘સેવા સેતુ’ જેવા કાર્યક્રમો ખૂબ જરૂરી છે. તેમણે એમ પણ જણાવ્યું કે, લોકોને તાલુકા ઓફિસો સુધી આવવા માટે સમય અને પૈસા ખર્ચવા ન પડે. આ માટે જુદા જુદા વિસ્તારોને જૂથમાં જોડીને ગામડાઓમાં જ સેવાઓ પહોંચાડવાની વ્યવસ્થા કરાઈ રહી છે. આવા સ્થાનિક કાર્યક્રમોથી નાગરિકોને એક જ જગ્યાએ યોજનાઓની માહિતી, માર્ગદર્શન અને અરજી કરવાની સગવડ મળે છે. આ કાર્યક્રમમાં નખત્રાણા પ્રાંત અધિકારી ઉત્કર્ષ ઉજવલ, ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, નગરપાલિકા પ્રમુખ વસંત વાઘેલા, મામલતદાર રાકેશ પટેલ, તાલુકા આરોગ્ય અધિકારી એ.કે. પ્રસાદ, કારોબારી ચેરમેન ચંદનસિંહ રાઠોડ અને ઉપપ્રમુખ દમયંતીબેન પટેલ સહિતના આગેવાનો અને અધિકારીઓ હાજર રહ્યા હતા. નગરપાલિકાના સદસ્યો, સ્થાનિક આગેવાનો અને કાર્યકરોએ પણ લાભાર્થીઓને મદદ કરી. કાર્યક્રમનો મુખ્ય હેતુ એ હતો કે બાકી રહેલા યોગ્ય લાભાર્થીઓ સુધી યોજનાનો લાભ પહોંચે. જેથી સરકારી સેવા તેમના માટે વધુ સરળ અને નજીક બને.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan