top
ગોધરા ઘાંચી સમાજે નાગરિક પ્રશ્નો ઉકેલવા રજૂઆત કરી:ચીફ ઓફિસરે વહેલી તકે ઉકેલની ખાતરી આપી
ગોધરા મુસ્લિમ ઘાંચી સમાજ વક્ફ (શૂરા)ના હોદ્દેદારોએ શહેરના નાગરિક પ્રશ્નો અંગે નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી. ચીફ ઓફિસરે પ્રશ્નોનો વહેલી તકે ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. રજૂઆતમાં જન્મ-મરણના દાખલા મેળવવામાં નાગરિકો, ખાસ કરીને મહિલાઓને દોઢથી બે મહિના સુધી પડતી મુશ્કેલીનો મુદ્દો ઉઠાવ્યો હતો. ઝહુરપુરા શાકમાર્કેટના જનસુવિધા કેન્દ્રને શરૂ કરવા અને દાખલાની પ્રક્રિયા ઝડપી બનાવવા કેમ્પ યોજવાની માંગ કરી હતી. આ કામમાં ટ્રસ્ટે સહયોગ આપવાની તૈયારી દર્શાવી હતી. પીવાના પાણીની સમસ્યા દૂર કરવા નવી પાણીની લાઇન નાખવાની માંગ અશરફી મસ્જિદ, ઇમરાન મસ્જિદ અને અલી મસ્જિદ સહિતના વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા દૂર કરવા નવી પાણીની લાઇન નાખવાની માંગ કરી હતી. ભૂગર્ભ ગટરના કામ પછી ખરાબ થયેલા રસ્તાઓનું સમારકામ, રિસરફેસિંગ અને સીસી રોડનું કામ ઝડપથી પૂરું કરવા પણ રજૂઆત કરી હતી. સાંકડી ગલીઓમાંથી કચરો એકત્ર કરવા નાના વાહનો ફાળવવા રજૂઆત શહેરના મુખ્ય રસ્તાઓ પર નિયમિત સફાઈ, ધૂળની સમસ્યા દૂર કરવા અને ડોર-ટુ-ડોર કચરો એકત્ર કરવાની વ્યવસ્થા સુધારવા માંગ કરી હતી. સાંકડી ગલીઓમાંથી કચરો એકત્ર કરવા નાના વાહનો ફાળવવાની પણ રજૂઆત કરી હતી. નવો કોઝવે બનાવવા માગ વ્હોરવાડ ઢાળથી ગોંદરાને જોડતી મેસરી નદી પરના કોઝવેની ઊંચાઈ વધારી નવો કોઝવે બનાવવાની દરખાસ્ત કરવા જણાવ્યું હતું. નદી કિનારે મંજૂર થયેલી સેફ્ટી વોલનું બાંધકામ વહેલી તકે પૂરું કરવાની પણ માંગ કરી હતી. સમાજના હોદ્દેદારોએ રજૂ કરેલા પ્રશ્નો અંગે ચીફ ઓફિસરે હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. તેમણે પ્રશ્નોના ઉકેલ માટે સકારાત્મક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
Read full article on Divya Bhaskar