crime
અમરેલી: આંબરડી ગામે વીજ કરંટથી ભાઈ-બહેનનું કરુણ મોત, પરિવારમાં કલ્પાંત, પંથકમાં શોકનું મોજું
અમરેલીના લાઠી તાલુકાના આંબરડી ગામે હૃદયદ્રાવક ઘટના બની છે. ભુપતભાઈ ગજેરાની વાડીમાં ખેત મજૂરી કરતા પરપ્રાંતીય પરિવારના 21 વર્ષીય રાજુભાઈ અને તેની 16 વર્ષીય બહેનનું ઇલેક્ટ્રિક શોર્ટ લાગવાથી કરુણ મોત નીપજ્યું છે. વાડીની ઓરડીમાં વાયરિંગનો પ્રવાહ ઝટકા મશીનના વાયર સાથે અડી જતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. દામનગર પોલીસે તપાસ હાથ ધરી છે.
Read full article on Gujaratsamachar