Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

હિંમતનગર નજીક અંબાજીના પદયાત્રીઓ પર ફરી વળી સ્કોર્પિયો, ઉશ્કેરાયેલા ટોળાએ કાર સળગાવી

📰 The Indian Express 🕐 1 min read 📅 September 21, 2026 👁 2 views
હિંમતનગર નજીક અંબાજીના પદયાત્રીઓ પર ફરી વળી સ્કોર્પિયો, ઉશ્કેરાયેલા ટોળાએ કાર સળગાવી
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક આવેલ તેજપુરા અને દોલગઢ પાટિયા પાસે એક અત્યંત ગંભીર અને હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે અંબાજી ધામ તરફ પગપાળા જઈ રહેલા સંઘના પદયાત્રીઓ પર એક પુરઝડપે આવતી સ્કોર્પિયો કાર ફરી વળી હતી. આ ભયાનક અકસ્માતમાં 5 થી 7 પદયાત્રીઓ કારની અડફેટે આવી જતાં ગંભીર રીતે ઘવાયા હતા. રોષે ભરાયેલા ટોળાએ કાર સળગાવી ઘટના બની ત્યારે અકસ્માત સર્જીને સ્કોર્પિયો કાર ચાલક સ્થળ પરથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ જોઈને આસપાસના સ્થાનિકો અને અન્ય પદયાત્રીઓના ઉશ્કેરાયેલા ટોળાએ કારને ઘેરીને રોકી લીધી હતી. લોકોમાં એટલો ભારે રોષ હતો કે તેમણે સ્કોર્પિયો કારને સ્થળ પર જ આગ ચાંપી દીધી હતી. જોતજોતામાં કાર ભડભડ સળગી ઉઠી હતી અને વાતાવરણમાં ભારે ઉત્તેજના વ્યાપી ગઈ હતી. પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે ઘટનાની જાણ થતાં જ સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા (SP), ડીવાયએસપી (DySP), ગ્રામ્ય પોલીસ, બી ડિવિઝન તેમજ એલસીબી (LCB) પોલીસ સહિતનો વિશાળ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. કારમાં લાગેલી ભીષણ આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની ટીમે પહોંચીને કામગીરી હાથ ધરી હતી. ઇજાગ્રસ્ત પદયાત્રીઓને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ પણ વાંચો: વડોદરાની હિમાની હીરાણીએ કુશ્તીમાં જીત્યો ગોલ્ડ મેડલ, રીયલ લાઇફ 'દંગલ' ગર્લની સફળતાની વાર્તા સ્થાનિક નાગરિકોના જણાવ્યા અનુસાર, ભાદરવી પૂનમ નિમિત્તે હાઈવે પર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોવા છતાં ફોરલેન રોડ પર બેફામ સ્પીડે વાહનો દોડી રહી છે. પદયાત્રીઓની સુરક્ષા અને ટ્રાફિક નિયંત્રણની વ્યવસ્થા ખાડે ગઈ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. પરિસ્થિતિની ગંભીરતા જોતાં સાબરકાંઠાના સાંસદને પોતે જ સ્થળ પર ઉતરવું પડ્યું હતું અને એક જાગૃત જનપ્રતિનિધિ તરીકે નાગરિકોની નિસબત સાથે પરિસ્થિતિ સંભાળવાના પ્રયાસો કર્યા હતા.
Read full article on The Indian Express

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan