top
આવતા રવિવારે ખુલ્લી રહેશે બેંક
રાજ્ય અને દેશમાં આવતા રવિવારે બેંકો ખુલ્લી રહેશે. કેન્દ્રીય નાણા મંત્રાલયે આ જાહેરાત કરી છે. ફાઈવ ડે વીક સહિતની માગણીઓ યૂનાઈટેડ ફોરમ ઓફ બેંક યૂનિયન્સ દ્વારા આગામી 28થી 30 સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ હડતાળનું એલાન કર્યું છે. આ સંભવિત હડતાળ પહેલાં 26 અને 27 સપ્ટેમ્બરે શનિ-રવિ છે.. એવામાં સામાન્ય ગ્રાહકોના બેન્કિંગ વ્યવહાર 5 દિવસ સુધી ખોરવાઈ શકે એમ હતા. એવામાં હવે RBIએ 27 સપ્ટેમ્બર રવિવારે પણ બેંકિંગ કામકાજ શરૂ રાખવાની મંજૂરી આપી છે. જેના કારણે ગ્રાહકોની મુશ્કેલીઓ ઘટાડી શકાય..RBIએ ઈન્ડિયન બેંન્ક્સ એસોસિએશનને લખેલા પત્રમાં સ્પષ્ટ કહ્યું છે કે લોકોની બેન્કિંગ જરૂરિયાતો પર કોઈ વિપરીત અસર પડે તે માટે 27 સપ્ટેમ્બરે બેંકની શાખાઓ અને કરેન્સી ચેસ્ટ ચાલુ રાખી શકાય છે. બેંકોને કાયદાકીય જોગવાઈઓના પાલન સાથે આ વ્યવસ્થા કરવાનું કહેવામાં આવ્યું છે.
Read full article on News18 Gujarati