Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

સેવા સંકલ્પ અભિયાન હેઠળ ખારાઘોડામાં આંગણ મિલન કાર્યક્રમ:ધારાસભ્યની હાજરીમાં બાળકો અને કાર્યકરોનું સન્માન કરાયું

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 28, 2026 👁 2 views
સેવા સંકલ્પ અભિયાન હેઠળ ખારાઘોડામાં આંગણ મિલન કાર્યક્રમ:ધારાસભ્યની હાજરીમાં બાળકો અને કાર્યકરોનું સન્માન કરાયું
રાજ્ય સરકારના સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત પાટડી ઘટક-1ના ખારાઘોડા સેજા હેઠળની આંગણવાડીઓમાં આંગણ મિલન સેવા કાર્યક્રમ યોજાયો. ધારાસભ્ય પી.કે. પરમાર આ કાર્યક્રમમાં ખાસ હાજર રહ્યા હતા. ધારાસભ્ય પરમારે ખારાઘોડાના આંગણવાડી કેન્દ્ર નં-6, 10, 11 અને 14ની મુલાકાત લીધી. તેમણે બાળકો અને કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો. નાના બાળકોએ સુંદર અભિનય ગીતો અને બાળગીતો રજૂ કર્યા હતા. લાભાર્થીઓએ ICDS વિભાગની સેવાઓ વિશે સકારાત્મક પ્રતિભાવ આપ્યા. તંદુરસ્ત બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા. આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો અને આશા વર્કર બહેનોને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કરાયા. આ પ્રસંગે પાટડી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ દિલિપભાઈ, સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નાનજીભાઈ, જિલ્લા પંચાયત સદસ્ય રમેશભાઈ છત્રોટીયા, અગ્રણી દિલીપભાઈ પટેલ, સુખદેવભાઈ, ખારાઘોડાના સરપંચ દશરથભાઈ સહિત સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan