Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

ગૂજરાત વિદ્યાપીઠની હોસ્ટેલમાં સડેલા ડુંગળી અને ટામેટા મળ્યા:મેસમાં સ્ટુડન્ટ્સની રેડ, એક્સપાયરી ખાદ્ય સામગ્રી મળી; ભોજનની ગુણવત્તાને લઈને સવાલ ઉઠતા જવાબદાર સામે કાર્યવાહીની માંગ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 20, 2026 👁 1 views
ગૂજરાત વિદ્યાપીઠની હોસ્ટેલમાં સડેલા ડુંગળી અને ટામેટા મળ્યા:મેસમાં સ્ટુડન્ટ્સની રેડ, એક્સપાયરી ખાદ્ય સામગ્રી મળી; ભોજનની ગુણવત્તાને લઈને સવાલ ઉઠતા જવાબદાર સામે કાર્યવાહીની માંગ
ગૂજરાત વિદ્યાપીઠની હોસ્ટેલના મેસમાં વિદ્યાર્થીઓને આપવામાં આવતા ભોજનની ગુણવત્તાને લઈને અનેક સવાલો ઊભા થયા છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા હોસ્ટેલની મેસમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન વિદ્યાર્થીઓને આપવામાં આવતા ભોજનની ગુણવત્તા ખરાબ હોવાનું સામે આવ્યું છે. હોસ્ટેલની મેસમાં વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવતા ભોજનમાં વપરાતી વસ્તુઓ પણ એક્સપાયર થયેલી નીકળી હતી. જેથી જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ પાણીમાં ઊભા રહીને જમવા મજબૂર બન્યા હતા અમદાવાદમાં ભારે વરસાદમાં કારણે પાણી ભરાયા હોય તેવો વીડિયો વાઇરલ થયો હતો. જેમાં વરસાદના ગંદા પાણી હોસ્ટેલની મેસમાં ઘૂસી ગયા હતા તેમજ ત્યાં જ કાનખજૂરો તરતો હોવા છતાં વિદ્યાર્થીઓની અન્ય જગ્યાએ જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી ન હતી. તેમજ બીજી જગ્યાએ જમવાની વ્યવસ્થા કરવામાં ન આવતા વિદ્યાર્થીઓ પાણીમાં ઊભા રહીને જમવા મજબૂર બન્યા હતા. ગૂજરાત વિદ્યાપીઠની હોસ્ટેલની મેસમાં સ્ટુડન્ટ્સની રેડ ફરી એક વખત વિદ્યાર્થીઓને આપવામાં આવતા આવતી સુવિધાઓને લઈને સવાલ ઊભા થયા છે. મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠની હોસ્ટેલમાં આવેલી મેસમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ દ્વારા સ્ટુડન્ટ્સ રેડ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓના ભોજનમાં વપરાતી અલગ અલગ વસ્તુઓનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને સાથે રાખી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓએ રેડ કરી હતી. સડેલા ડુંગળી અને ટામેટા, ખાદ્ય સામગ્રી પણ એક્સપાયર જે દરમિયાન વિદ્યાર્થીઓની શાકભાજીમાં વપરાતા ડુંગળી અને ટામેટા મોટા ભાગના સડેલા હોવાનો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો છે. કેટલીક પેકિંગ ખાદ્ય સામગ્રી એક્સપાયર થયેલી હોવાનું તો કેટલીક ખાદ્ય સામગ્રી પર એક્સપાયર તારીખ પણ ન લખેલી હોવાનું સામે આવ્યું છે. જેથી વિદ્યાર્થીઓને આપવામાં આવતા ભોજનની ગુણવત્તા અને સલામતી સાથે કોઈપણ પ્રકારની બેદરકારી ન થાય તે માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા માંગ કરવામાં આવી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan