Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

પેરિસમાં નોકરી કરતી પત્ની પર અમદાવાદી પતિની શંકા:પતિ વીડિયો કોલ કરી બાથરૂમ ચેક કરાવતો, ક્રેડિટ કાર્ડ પર લાખોની લોન લઈ કહ્યું- 'દહેજ સમજીને હપ્તા ભરી દો'

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 22, 2026 👁 1 views
પેરિસમાં નોકરી કરતી પત્ની પર અમદાવાદી પતિની શંકા:પતિ વીડિયો કોલ કરી બાથરૂમ ચેક કરાવતો, ક્રેડિટ કાર્ડ પર લાખોની લોન લઈ કહ્યું- 'દહેજ સમજીને હપ્તા ભરી દો'
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતી યુવતીએ માનસિક ત્રાસ, ઘરેલું હિંસા અને દહેજ ઉત્પીડનની ગંભીર કલમો હેઠળ પોતાના પતિ અને નણંદ વિરુદ્ધ પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. યુવતીના આક્ષેપ અનુસાર, પેરિસમાં નોકરી કરતી વખતે અમદાવાદમાં બેઠેલો પતિ તેના ચારિત્ર્ય પર સતત વહેમ રાખતો હતો. તે દરરોજ વીડિયો કોલ કરીને તેનો મોબાઇલ ફોન તપાસતો હતો અને રૂમમાં અન્ય કોઈ હાજર છે કે નહીં તેની ખાતરી કરવા માટે આખો રૂમ તેમજ બાથરૂમ પણ વીડિયો કોલમાં બતાવવા દબાણ કરી અમાનવીય માનસિક ત્રાસ ગુજારતો હતો. અભ્યાસ માટે ₹40 લાખનો ખર્ચ કરી પત્ની પેરિસ પહોંચી પીડિત યુવતીના લગ્ન વર્ષ 2019માં સામાજિક રીતરિવાજ મુજબ થયા હતા. લગ્ન બાદ સાસરી પક્ષની સંમતિ મેળવીને તે ઉચ્ચ અભ્યાસ અર્થે સ્ટુડન્ટ વિઝા પર પેરિસ ગઈ હતી. તેના વિદેશ અભ્યાસ પાછળ થયેલા આશરે ₹40 લાખના કુલ ખર્ચ પૈકી પિતાએ પોતાની મૂડીમાંથી ₹28 લાખની મોટી આર્થિક મદદ કરી હતી. પેરિસમાં અભ્યાસની સાથે એક રેસ્ટોરન્ટમાં મહેનત-મજૂરી કરીને યુવતીએ બે વર્ષ દરમિયાન પતિને ₹15 લાખ જેટલી માતબર રકમ મોકલી આપી હતી. આમ છતાં, પતિની શંકાશીલ વૃત્તિ ઘટવાને બદલે વધતી ગઈ હતી. પતિ જ્યારે પેરિસ ગયો ત્યારે પણ તેણે પત્ની સાથે મારપીટ કરી હતી, જ્યારે બીજી તરફ યુવતીને જાણવા મળ્યું હતું કે તેના પતિને અન્ય યુવતી સાથે અનૈતિક પ્રેમસંબંધ ચાલી રહ્યા છે. પત્નીના નામે ₹8 લાખની લોન લઈ પિતા પાસે ઉઘરાણી કરાવી પતિ પેરિસથી અમદાવાદ પરત ફર્યા બાદ યુવતી પર કાયમ માટે ભારત પાછા આવી જવા દબાણ કરતો હતો. આ દરમિયાન પતિએ પત્નીના ક્રેડિટ કાર્ડ પરથી બારોબાર ₹7 થી ₹8 લાખની લોન મેળવી લીધી હતી. લોનના હપ્તા બાકી રહેતાં બેંક અને રિકવરી એજન્ટો ઉઘરાણી માટે ઘરે પહોંચ્યા ત્યારે યુવતીના પિતાએ જમાઈને ફોન કરીને પૂછપરછ કરી હતી. તેના જવાબમાં ઉદ્ધત પતિએ કહ્યું હતું કે, "તમે જ આ લોનના હપ્તા ભરી દેજો અને એમ માની લેજો કે દીકરીને દહેજ આપ્યું છે." આખરે સાસરિયાંના અસહ્ય માનસિક-શારીરિક ત્રાસ અને આર્થિક શોષણથી કંટાળીને અમદાવાદ પરત ફરેલી યુવતીએ પોલીસના દ્વાર ખખડાવતાં પશ્ચિમ મહિલા પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan