top
માધવપુરા બેન્ક સામેનો કેસ રદ કરતી હાઈકોર્ટ:ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરનું મૃત્યુ, મેટ્રો કોર્ટમાં ચાલતો કેસ બંધ
ગુજરાત હાઇકોર્ટમાં માધવપુરા મરકન્ટાઇલ કો-ઓપરેટિવ બેન્ક દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં તેની માંગ મેટ્રો કોર્ટમાં ચાલતા કેસને બંધ કરવાની હતી. કોર્ટે આ માંગ ગ્રાહ્ય રાખીને મેટ્રો કોર્ટમાં ચાલતા કેસને બંધ કર્યો છે. બેન્કના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર દ્વારા ખોટા નિવેદનો આપ્યા કેસને વિગતે જોતા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા RBI એક્ટની કલમ 58B અને 58C તથા બેન્કિંગ રેગ્યુલેશન એક્ટની કલમ 46 હેઠળ ખાનગી ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આરોપ હતો કે 9 માર્ચ, 2001 ના રોજ RBIની તપાસ દરમિયાન બેન્કની આર્થિક સ્થિતિ અંગે આરોપી બેન્કના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર દ્વારા ખોટા નિવેદનો અને માહિતી આપવામાં આવી હતી. 2012 ના રોજ બેન્કનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું ત્યારબાદ બેન્કની આર્થિક સ્થિતિ નબળી જણાતાં 13 માર્ચ, 2001 ના રોજ માધવપુરા બેન્કનો બેન્કિંગ વ્યવસાય સ્થગિત કર્યો હતો. ફરિયાદીની ફરિયાદ બાદ 1 જૂન, 2012 ના રોજ બેન્કનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું હતું અને જુલાઇ 2012 માં સેન્ટ્રલ રજિસ્ટ્રાર દ્વારા બેન્કને સમૂળગી બંધ કરવાનો આદેશ આપી લિક્વિડેટરની નિમણૂક કરવામાં આવી હતી. મેનેજિંગ ડિરેક્ટરનું અવસાન 15 સપ્ટેમ્બર, 2024 ના રોજ થયું આ કેસમાં મુખ્ય આરોપી ચેરમેનનું અવસાન 20 જાન્યુઆરી, 2007 ના રોજ થયું હતું. જ્યારે મેનેજિંગ ડિરેક્ટરનું અવસાન 15 સપ્ટેમ્બર, 2024 ના રોજ થયું હતું. આથી બંને મુખ્ય આરોપીઓ સામેની ફોજદારી કાર્યવાહી રદ થઈ ગઈ હતી.હાઇકોર્ટે નોંધ્યું છે કે બેન્કના તમામ નીતિવિષયક નિર્ણયો અને સંચાલન બેન્કના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર દ્વારા કરવામાં આવતા હતા, જેમના અવસાન થઈ ચૂક્યા છે. આરોપીઓના અવસાનથી કેસ ચાલુ રાખવાનો કોઈ અર્થ નથી લિક્વિડેટરની ભૂમિકા બેન્કના વાઇન્ડિંગ અપ પ્રક્રિયા પૂરતી જ સીમિત છે, તેમને વાઇન્ડિંગ અપ પહેલાં થયેલા કોઈ ફોજદારી કે દીવાની ગુના માટે ચેરમેન કે ડિરેક્ટર તરીકે જવાબદાર ગણી શકાય નહીં કે વ્યક્તિગત રીતે કોર્ટમાં હાજર રાખી શકાય નહીં. આથી મુખ્ય આરોપીઓના અવસાન અને બેન્ક લિક્વિડેશનમાં ગઈ હોવાથી આરોપી માધવપુરા બેન્ક સામે કેસ ચાલુ રાખવાનો કોઈ અર્થ સરતો નથી. આથી મેટ્રો કોર્ટમાં ચાલતા કેસ નંબર 483/2001 ની આગળની તમામ કાર્યવાહી રદ્દ કરવામાં આવે છે. આદેશમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ ચુકાદો RBI દ્વારા આ સંદર્ભમાં શરૂ કરાયેલી અન્ય કોઈ કાર્યવાહીમાં બાધક બનશે નહીં.
Read full article on Divya Bhaskar