Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

New Delhi: પેપર લીક વિવાદ બાદ NTAનો મોટો નિર્ણય; ગુપ્ત અને સંવેદનશીલ વિસ્તારોની સુરક્ષા હવે CISF ના હવાલે

📰 Sandesh 🕐 1 min read 📅 September 27, 2026 👁 1 views
New Delhi: પેપર લીક વિવાદ બાદ NTAનો મોટો નિર્ણય; ગુપ્ત અને સંવેદનશીલ વિસ્તારોની સુરક્ષા હવે CISF ના હવાલે
દેશભરમાં યોજાતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પારદર્શિતા જાળવવા અને પેપર લીક જેવી ગંભીર ઘટનાઓ રોકવા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ પોતાની સુરક્ષા વ્યવસ્થામાં મોટો ફેરફાર કર્યો છે. 2024 ના NEET-UG પેપર લીક કેસમાં CBI તપાસ દરમિયાન સામે આવેલી ક્ષતિઓ બાદ, ગૃહ મંત્રાલયની મંજૂરીથી નવી દિલ્હીસ્થિત NTA ના ગોપનીય વિભાગોમાં કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) ના 39 કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. આ દળ સંવેદનશીલ પરીક્ષા સામગ્રી અને ગુપ્ત વિસ્તારો પર 24 કલાક કડક દેખરેખ રાખશે. NTA ની સુરક્ષામાં મોટો ફેરફાર NTA એ તેના ગુપ્ત અને સંવેદનશીલ કામકાજને જૂની ઓખલા ઓફિસથી મિન્ટો રોડ પર આવેલી સરકારી 'ભારત પ્રેસ બિલ્ડિંગ'માં સ્થાનાંતરિત કર્યું છે, જ્યાં તેને 55,000 ચોરસ ફૂટથી વધુ જગ્યા (૪થા, ૫મા અને ૬ઠ્ઠા માળનો ભાગ) ફાળવવામાં આવી છે. ગુપ્ત વિસ્તારોમાં અનધિકૃત પ્રવેશ અટકાવવા માટે પ્રવેશ અને બહાર નીકળવાના માર્ગો પર X-Ray બેગેજ સ્કેનિંગ મશીન અને ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર (DFMDs) ગોઠવવામાં આવ્યા છે. કોઈપણ કર્મચારી કે મુલાકાતીની યોગ્ય તપાસ કર્યા વિના પ્રવેશ આપવામાં આવશે નહીં. નવી દિલ્હીમાં 39 CISF જવાનો તૈનાત માત્ર ભૌતિક સુરક્ષા જ નહીં, પરંતુ ટેકનોલોજીકલ સુરક્ષા સુધારવા માટે પણ કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. NTA ઉમેદવાર નોંધણી, એડમિટ કાર્ડ, CBT પરીક્ષા, OMR પ્રક્રિયા અને પરિણામ સિસ્ટમ માટે કડક એક્સેસ કંટ્રોલ, એન્ક્રિપ્શન સ્ટાન્ડર્ડ્સ અને ટેમ્પર-ડિટેક્ટેબલ સ્ટોરેજ લાગુ કરી રહ્યું છે. દરેક પરીક્ષા ચક્ર પહેલાં ટેકનોલોજી વિભાગ અને પરીક્ષા સુરક્ષા વિભાગ સંયુક્ત રીતે સુરક્ષાની સમીક્ષા કરશે જેથી ભવિષ્યમાં કોઈપણ ગેરરીતિ અટકાવી શકાય. આ પણ વાંચો: Narmada: ભાજપમાં રહી આપ અને કોંગ્રેસને મદદ કરવાનું બંધ કરો; જેને ખોટું લાગે તે ભાજપમાંથી નીકળી જાય-મનસુખ વસાવા
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan