Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
tourism

Navratri 2026: સચિવાલયમાં ગરબાની ધમાકેદાર રમઝટ! લંચ ટાઈમમાં કર્મચારીઓ ગરબે ઘૂમ્યા, Video

📰 Sandesh 🕐 1 min read 📅 October 16, 2026 👁 12 views
Navratri 2026: સચિવાલયમાં ગરબાની ધમાકેદાર રમઝટ! લંચ ટાઈમમાં કર્મચારીઓ ગરબે ઘૂમ્યા, Video
ગાંધીનગર સ્થિત રાજ્યના મુખ્ય વહીવટી મથક એવા સચિવાલયમાં નવરાત્રિ પર્વનો અનોખો રંગ જામ્યો છે. દૈનિક કામકાજના વ્યસ્ત શિડ્યુલ વચ્ચે પણ કર્મચારીઓમાં મા અંબાની આરાધના અને ગરબા પ્રત્યેનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળ્યો હતો. સચિવાલયના સંકુલમાં નવરાત્રિના તહેવારને લઈને આહલાદક અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. બપોરના લંચ સમયનો કર્મચારીઓએ લીધો અનોખો આનંદ ઓફિસના કામકાજમાંથી વિરામ લઈને બપોરે લંચ સમય દરમિયાન કર્મચારીઓએ ગરબાની ધૂમ મચાવી હતી. ભોજનના સમયગાળાનો ઉપયોગ કરીને સચિવાલયના તમામ વિભાગોના કર્મચારીઓ એકત્રિત થયા હતા અને ટૂંકા ગાળામાં જ ગરબાનો સૂર અને તાલ જમાવ્યો હતો. ગરબાના તાલે ઝૂમી ઊઠ્યા મહિલા અને પુરુષ કર્મચારીઓ ઢોલ અને સંગીતના તાલે મહિલા અને પુરુષ કર્મચારીઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. સરકારી કામકાજના માનસિક તાણમાંથી મુક્તિ મેળવીને કર્મચારીઓએ પરંપરાગત શૈલીમાં ગરબા ગાઈને ઉત્સવની ઉજવણી કરી હતી. કર્મચારીઓના આ ઉત્સાહને કારણે સમગ્ર સચિવાલય પરિસર તાલીઓના ગડગડાટ અને ગરબાના નાદથી ગુંજી ઊઠ્યું હતું. ==" target="_blank"> == કર્મચારી મંડળ અને એસોસિએશનનું સુંદર આયોજન આ વિશેષ કાર્યક્રમનું સુંદર આયોજન સચિવાલય કર્મચારી મંડળ અને સચિવાલય એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતું. કર્મચારીઓમાં ભાઈચારો વધે અને તહેવારની સામૂહિક ઉજવણી થઈ શકે તેવા હેતુથી આ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને કર્મચારીઓ તરફથી બહોળો અને ભવ્ય પ્રતિસાદ સાંપડ્યો હતો.
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan