Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

મર્ડર કેસમાં પેરોલ જમ્પમાંથી ફરાર રીઢો ગુનેગાર દબોચાયો:'ધનુબેનની મશ્કરી કેમ કરે છે' કહીને 2009માં યુવકને પતાવી દીધો હતો, સુરત પોલીસે ફરી જેલભેગો કર્યો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 21, 2026 👁 1 views
મર્ડર કેસમાં પેરોલ જમ્પમાંથી ફરાર રીઢો ગુનેગાર દબોચાયો:'ધનુબેનની મશ્કરી કેમ કરે છે' કહીને 2009માં યુવકને પતાવી દીધો હતો, સુરત પોલીસે ફરી જેલભેગો કર્યો
સુરતમાં વર્ષ 2009માં 'ધનુબેનની મશ્કરી કેમ કરે છે' તેવું કહીને યુવકને રહેંસી નાખનાર અને હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલા રીઢા ગુનેગાર મહેન્દ્ર ઉર્ફે પિન્ટુ દશરથભાઈ ગામીત (ઉ.વ. 41)ને સુરત ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યો છે. મહેન્દ્રએ પોતાના સાગરીતો અરમેઠ યાદવ અને અનિલ સાથે મળીને 19 ડિસેમ્બર 2009ના રોજ વરાછાના અશ્વિનીકુમાર વિસ્તારમાં બાદલ પ્રધાન નામના યુવક પર ચાકુ, લોખંડની મૂઠ અને લાકડાના ફટકાથી જીવલેણ હુમલો કરી તેનીહત્યા કરી હતી. આ લોહિયાળ ખેલમાં વચ્ચે પડનાર મૃતકના ભાઈ પ્રતાપ પ્રધાનને પણ માથા અને પેટના ભાગે ચાકુના ઘા ઝીંકી જીવલેણ ઈજાઓ પહોંચાડી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જેલમાંથી પેરોલ રજા મેળવીને ફરાર થયો હતો આ ચકચારી હત્યા અને હત્યાના પ્રયાસના ગુનામાં નામદાર સુરત સેશન્સ કોર્ટ દ્વારા 4 સપ્ટેમ્બર 2014ના રોજ આરોપી મહેન્દ્ર ગામીતને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. સજા કાપી રહેલો આ કેદી સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં બંધ હતો. ગત 4 મે 2026ના રોજ તેને જેલમાંથી લોન્ગ પેરોલ રજા મળી હતી. પેરોલ પૂરી થતાં તેણે 6 જૂન 2026ના રોજ પરત જેલમાં હાજર થવાનું હતું, પરંતુ તે જેલમાં હાજર થવાના બદલે પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો હતો. આ મામલે અડાજણ પોલીસ સ્ટેશનમાં પ્રિઝનર એક્ટ હેઠળ તેના વિરુદ્ધ અલગથી ગુનો પણ નોંધવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાંચે ફૂલ માર્કેટ પાસેથી દબોચ્યો લાજપોર જેલ પ્રશાસને જાણ કરતાં સુરત શહેર ક્રાઈમ બ્રાંચની નાસતા ફરતા સ્ક્વોડ તેને શોધવા કામે લાગી હતી. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે પેરોલ જમ્પ કરનાર આરોપી મહેન્દ્ર અશ્વિનીકુમાર ફૂલ માર્કેટ પાસે ફરી રહ્યો છે. આ ચોક્કસ હકીકતના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે વોચ ગોઠવીને મૂળ પટેલનગર અને હાલ પાલના SMC આવાસમાં રહેતા આ આરોપીને ઝડપી લીધો હતો. હાલમાં કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી તેનો કબજો ફરીથી લાજપોર મધ્યસ્થ જેલને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan