Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
politics

મોરબીમાં કતલખાના અને નોનવેજ લારીઓ સામે વિરોધ:ગેરકાયદે લારીઓ બંધ ન થાય તો આંદોલનની ચીમકી; હિંદુ સંગઠન દ્વારા મહાપાલિકામાં ધૂન; ડેપ્યુટી કમિશનરે 29 સપ્ટેમ્બર સુધીનું અલ્ટિમેટમ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 22, 2026 👁 1 views
મોરબીમાં કતલખાના અને નોનવેજ લારીઓ સામે વિરોધ:ગેરકાયદે લારીઓ બંધ ન થાય તો આંદોલનની ચીમકી; હિંદુ સંગઠન દ્વારા મહાપાલિકામાં ધૂન; ડેપ્યુટી કમિશનરે 29 સપ્ટેમ્બર સુધીનું અલ્ટિમેટમ
મોરબી શહેરમાં ગેરકાયદેસર કતલખાના અને નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠને મોરબી મહાનગરપાલિકા કચેરીમાં ધરણા કરીને ધૂન ભજાવી હતી. આ વિરોધ પ્રદર્શન બાદ યોજાયેલી પત્રકાર પરિષદમાં સંગઠનના આગેવાનોએ ડેપ્યુટી કમિશનર દ્વારા 29 તારીખ સુધીમાં કાર્યવાહી કરવાની ખાતરી આપ્યાનું જણાવ્યું હતું. સંગઠને સ્પષ્ટ ચીમકી આપી છે કે જો આપેલા સમયગાળામાં ગેરકાયદે કતલખાના અને માંસની લારીઓ બંધ કરવામાં નહીં આવે તો મહાપાલિકા સામે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. સ્થાનિકો અને સંગઠન દ્વારા લાંબા સમયથી રજૂઆતો હિંદુ સંગઠનના આગેવાન કમલેશભાઈ બોરીચાએ જણાવ્યું કે શહેરમાં કતલખાનાના મુદ્દે સ્થાનિકો વર્ષોથી અને સંગઠન છેલ્લા બે વર્ષથી રજૂઆતો કરી રહ્યું છે. અગાઉ એક મહિના પહેલા રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવાયા ન હતા. નોટિસ આપવા છતાં પ્રવૃત્તિઓ ચાલુ રહેતાં રોષ મહાપાલિકા દ્વારા ગેરકાયદેસર કતલખાના અને લારીઓવાળાઓને નોટિસ આપવામાં આવી હતી, પરંતુ તે ચાલુ જ રહી હતી. પરિણામે સંગઠને મહાપાલિકા કચેરી પરિસરમાં ધરણા અને ધૂન કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. 29 તારીખ સુધીમાં કાર્યવાહીની વહીવટી ખાતરી ડેપ્યુટી કમિશનરે 29 તારીખ સુધીમાં તમામ ગેરકાયદે કતલખાના અને નોનવેજની લારીઓ બંધ કરાવવાની ખાતરી આપી છે. જો આ સમયમર્યાદામાં અમલ નહીં થાય તો મહાપાલિકાના કોર્પોરેટરોને સાથે રાખીને આંદોલન કરાશે. અધિકારીઓની તપાસ સામે સંગઠને આક્ષેપ કર્યા સંગઠને આક્ષેપ કર્યો છે કે લેખિત રજૂઆતો બાદ અધિકારીઓ અને ફૂડ સેફ્ટી વિભાગ માત્ર ફોર્માલિટી પૂરતું ચેકિંગ કરે છે. સ્થળ પર તપાસ બાદ પ્રવૃત્તિઓ બંધ હોવાનો દાવો કરીને કામગીરી આટોપી લેવાય છે. નાના વેપારીઓ સામે કાર્યવાહી તો કતલખાના સામે કેમ નહીં? રોજગાર મેળવતા નાના વેપારીઓની લારીઓ સામે કાર્યવાહી થતી હોય તો કતલખાના સામે કેમ નહીં તેવો સવાલ ઉઠાવાયો છે. યોગ્ય કાર્યવાહી નહીં થાય તો મહાપાલિકા કચેરી સામે સભ્યો અને આગેવાનો સાથે મળીને ધરણા કરશે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan